Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આન્દ્રે રસલે કરી નિવૃતિની જાહેરાત, T20 વિશ્વકપ પછી લેશે સંન્યાસ !

Andre Russell Retirement News : વિશ્વ ક્રિકેટમાં ઘણા ઓછા એવા ખિલાડીઓ હોય છે જે પોતે એકલા હરીફ ટીમ ઉપર પ્રભુત્વ જમાવી પોતાની ટીમને મેચ જીતાડતા હોય છે. વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓલ રાઉંડર આન્દ્રે રસલ ચોક્કસપણે તેમાંથી એક છે. વિશ્વ ક્રિકેટના...
આન્દ્રે રસલે કરી નિવૃતિની જાહેરાત  t20 વિશ્વકપ પછી લેશે સંન્યાસ

Andre Russell Retirement News : વિશ્વ ક્રિકેટમાં ઘણા ઓછા એવા ખિલાડીઓ હોય છે જે પોતે એકલા હરીફ ટીમ ઉપર પ્રભુત્વ જમાવી પોતાની ટીમને મેચ જીતાડતા હોય છે. વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓલ રાઉંડર આન્દ્રે રસલ ચોક્કસપણે તેમાંથી એક છે. વિશ્વ ક્રિકેટના ધાકડ પ્લેયર્સમાંથી એક એવા આ મહાન ખિલાડીએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે.

Advertisement

આન્દ્રે રસેલે આ મોટી જાહેરાત કરી છે.  પ્રાપ્ત થતાં અહેવાલ અનુસાર તે T20 વર્લ્ડ કપ 2024 પછી નિવૃત્તિ લઈ લેશે. એટલે કે, જો તે વેસ્ટ ઈન્ડિઝ માટે  આ વિશ્વકપમાં પસંદ થાય છે, તો તે પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. T20 વર્લ્ડ કપ 2024  ને 1 જૂનથી યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવશે. જો કે, તેણે એવી જાહેરાત પણ કરી છે કે જો કોચ અથવા મેનેજમેન્ટ ઇચ્છે તો તે પણ નિવૃત્તિમાંથી પરત ફરશે.

Advertisement

મારી જરૂર પડશે તો હું નિવૃત્તિમાંથી બહાર આવીશ - આન્દ્રે રસલ 

મીડિયા સાથે વાત કરતાં આન્દ્રે રસલે કહ્યું, 'મારી પાસે હજુ ઘણું બાકી છે. પરંતુ તમે જાણો છો કે કોચ સાથે ચર્ચા કર્યા પછી મેં તેમને કહ્યું છે કે વર્લ્ડ કપ પછી હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહીશ. પરંતુ જો તેમને મારી જરૂર પડશે તો હું નિવૃત્તિમાંથી બહાર આવીશ.રસેલ વર્તમાન વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ભાગ છે. તે IPL 2024 માં તેની ફ્રેન્ચાઇઝી KKR માટે પણ પરફોર્મ કરતો જોવા મળશે.

Advertisement

નોંધનીય છે કે આન્દ્રે રસેલની તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝની ટી20 ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તે T20 વર્લ્ડ કપ 2021માં વેસ્ટ ઈન્ડિઝ માટે રમ્યો હતો. તે પછી, તે બે વર્ષ પછી 2023 માં રમતા જોવા મળ્યો હતો. ત્યારબાદ 2024માં તે ટીમ સાથે જોવા મળવાનો છે. આ ઉપરાંત T20 વર્લ્ડ કપમાં પણ તેનો જાદુ જોવા મળી શકે છે.

શાનદાર રહ્યું છે આન્દ્રે રસલનું કરિયર 

રસેલની ટી20 કારકિર્દીની વાત કરીએ તો તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ 72 ટી20 મેચ રમી છે. તેના નામે 846 રન અને 46 વિકેટ છે. સૌથી ખાસ વાત તેનો સ્ટ્રાઈક રેટ છે જે 157થી ઉપર છે. આન્દ્રે રસેલ છેલ્લે ડિસેમ્બર 2023માં ઇંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા મળ્યો હતો. 56 ODI ઈન્ટરનેશનલ મેચ રમનાર આન્દ્રે રસેલ 2019 થી ટીમની બહાર છે.

Tags :
Advertisement

.