Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

HEAD COACH બાદ કોણ બનશે ટીમનો BOWLING COACH, ગંભીરે આ ખેલાડીના નામનો મૂક્યો પ્રસ્તાવ

ભારતીય ટીમના કોચ તરીકે હવે રાહુલ દ્રવિડ બાદ ગૌતમ ગંભીરની પસંદગી કરવામાં આવી છે. ગૌતમ ગંભીરના કાર્યકાળની શરૂઆત હવે શ્રીલંકાની શ્રેણીથી થવાની છે.ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 27 જુલાઈએ શ્રીલંકા સામે રમશે. ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી...
head coach બાદ કોણ બનશે ટીમનો bowling coach  ગંભીરે આ ખેલાડીના નામનો મૂક્યો પ્રસ્તાવ

ભારતીય ટીમના કોચ તરીકે હવે રાહુલ દ્રવિડ બાદ ગૌતમ ગંભીરની પસંદગી કરવામાં આવી છે. ગૌતમ ગંભીરના કાર્યકાળની શરૂઆત હવે શ્રીલંકાની શ્રેણીથી થવાની છે.ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 27 જુલાઈએ શ્રીલંકા સામે રમશે. ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી શ્રીલંકામાં 3 T20 અને 3 ODI મેચોની સિરીઝ રમશે. હેડ કોચ બાદ હવે ભારતીય ટીમને BOWLING COACH અને ફિલ્ડિંગ કોચની પણ જરૂર પાડવાની છે.હવે અહી સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ભારતની ટીમમાં બોલિંગ કોચ તરીકે કયા વ્યક્તિની પસંદગી કરવામાં આવશે. BOWLING COACH માટે કેટલાક ખેલાડીઓનું નામ સામે આવી રહ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

બોલિંગ કોચ માટે કોણ કોણ રેસમાં

રાહુલ દ્રવિડ બાદ હવે હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની પસંદગી કરવામાં આવી છે. ત્યારે હવે BCCI દ્વારા ટીમના બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચની શોધ શરૂ થઈ ગઈ છે. હવે બોલિંગ કોચ માટે કેટલાક દાવેદારનું નામ સામે આવ્યું છે. બોલિંગ કોચ માટે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ ઝહીર ખાન, લક્ષ્મીપતિ બાલાજી અને વિનય કુમારના નામ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીર ઈચ્છે છે કે વિનય કુમાર ટીમ ઈન્ડિયાનો આગામી બોલિંગ કોચ બને. પરંતુ BCCI વિનય કુમારના સ્થાને ઝહીર ખાન અથવા લક્ષ્મીપતિ બાલાજીને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવા પર વિચાર કરી રહી છે.

Advertisement

કોણ બનશે ભારતના BOWLING COACH?

આ રેસમાં ઝહીર ખાન, વિનય કુમાર અને લક્ષ્મીપતિ બાલાજીનું નામ સામે આવ્યું છે.જેમાં હાલ ઝહીર ખાનનું નામ થોડું આગળ ચાલી રહ્યું છે.ઝહીર ખાનનો દેખાવ એક બોલર તરીકે ખૂબ જ શાનદાર રહ્યો છે. ઝહીર ખાન જો ટીમના કોચ બને તો ભારતને તેમના લાંબા અનુભવનો લાભ મળી શકે છે. ઝહીર ખાને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે કોચિંગ સ્ટાફ તરીકે પણ કામ કર્યું છે. ઝહીર ખાને ટીમ ઈન્ડિયા માટે 200 ODI મેચમાં 282 અને 92 ટેસ્ટમાં 311 વિકેટ લીધી છે. IPLમાં પણ તેણે 100 મેચમાં 102 વિકેટ ઝડપી છે.બીજી તરફ ક્ષ્મીપતિ બાલાજીએ ભારતીય ટીમ માટે 8 ટેસ્ટ અને 30 ODI મેચ રમી છે. બાલાજીએ ટેસ્ટ મેચમાં 27 વિકેટ ઝડપી છે જ્યારે વનડે મેચમાં 34 વિકેટ ઝડપી છે. બીજી તરફ વિનય કુમારને માત્ર 1 ટેસ્ટ મેચ અને 31 વનડે મેચનો અનુભવ છે. વિનય કુમારે ટેસ્ટ મેચમાં 1 વિકેટ અને વનડે મેચમાં 38 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : 250 કરોડની સંપત્તિના માલિક છે GAUTAM GAMBHIR, જીવે છે વૈભવી જીવન; જાણો HEAD COACH તરીકે કેટલી મળશે સેલેરી

Advertisement

Tags :
Advertisement

.