Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ZIMBABWE ની ધરતી ઉપર ભારતની યુવા ટીમનું ઐતિહાસિક પરાક્રમ, 4-1 થી જીતી SERIES

INDIA VS ZIMBABWE : ભારત અને જિમ્બાબ્વે (ZIMBABWE) વચ્ચે આજે પાંચમી અને શ્રેણીની અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. આ મુકાબલામાં ભારતને શાનદાર જીત મળી છે અને ભારતને નામે આ શ્રેણી થઈ છે. ભારતની ટીમે 4-1 થી આ શ્રેણી પોતાના...
zimbabwe ની ધરતી ઉપર ભારતની યુવા ટીમનું ઐતિહાસિક પરાક્રમ  4 1 થી જીતી series
Advertisement

INDIA VS ZIMBABWE : ભારત અને જિમ્બાબ્વે (ZIMBABWE) વચ્ચે આજે પાંચમી અને શ્રેણીની અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. આ મુકાબલામાં ભારતને શાનદાર જીત મળી છે અને ભારતને નામે આ શ્રેણી થઈ છે. ભારતની ટીમે 4-1 થી આ શ્રેણી પોતાના નામે કરી છે. યુવા કપ્તાન શુભમન ગિલની કપ્તાનીમાં ભારતની ટીમે વિદેશની ધરતી ઉપર શ્રેણી પોતાના નામે કરી છે. પાંચમી મેચ વિશે વાત કરવામાં આવે તો આ મેચ હરારેના મેદાન પર રમાઈ હતી. મેચમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.ભારતની ટીમે પ્રથમ બેટિંગ કરતા જિમ્બાબ્વેને 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને જિમ્બાબ્વેની ટીમ હાંસલ કરી ન શકી હતી.

સંજુ - પરાગની જોડીએ આપી લડત

Advertisement

ભારતની ટીમને જિમ્બાબ્વેએ (ZIMBABWE) પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પાવરપ્લે સુધી કેપ્ટન સિકંદર રઝાનો નિર્ણય સાચો સાબિત થયો હતો. ભારતે પાવરપ્લેમાં કેપ્ટન શુભમન, ઓપનર યશસ્વી અને અભિષેક શર્માની વિકેટ ગુમાવી હતી. સ્કોર માત્ર 46 રન હતો. આ બાદ ભારતની પારીને સંજુ સેમસન અને રિયાન પરાગે સંભાળી હતી. સંજુ સેમસને ફિફ્ટી ફટકારી અને રિયાન પરાગ સાથે 65 રનની ભાગીદારી કરી. શિવમ દુબેએ ડેથ ઓવર્સમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને ટીમનો સ્કોર 167 રન સુધી પહોંચાડ્યો હતો.

Advertisement

મુકેશની બોલિંગમાં દેખાઈ કમાલ

જિમ્બાબ્વે (ZIMBABWE) જ્યારે લક્ષ્યનો પીછો કરવા માટે મેદાનમાં આવી ત્યારે તેમના માટે શિવમ દુબે અને મુકેશ કુમારે મુશ્કેલીઓ ઊભી કરી હતી. મુકેશે પાવરપ્લેમાં 2 અને 19મી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. શિવમ દુબેએ મધ્યમ ઓવરોમાં આર્થિક રીતે બોલિંગ કરી અને 2 વિકેટ પણ લીધી. ઝિમ્બાબ્વેની ટીમ 18.3 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુકેશ કુમારે મેચમાં કુલ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. મેચમાં શિવમ દુબેને તેના ઓલ રાઉંડ દેખાવ માટે મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો.

WASHINGTON SUNDAR બન્યા MAN OF THE SERIES

આ SERIES માં ભારતના WASHINGTON SUNDAR ને MAN OF THE SERIES આપવામાં આવી હતી. SUNDAR ભારત માટે નંબર 8 ઉપર બેટિંગ કરી શકે છે અને POWERPLAY માં સ્પિનનો જલવો બતાવી શકે છે. તેને આ SERIES માં શાનદાર બોલિંગ કરતાં 8 વિકેટ ઝડપી હતી. તેમની ECONOMY ફક્ત 5.16 રનની રહી હતી.

આ પણ વાંચો :  WCL 2024 : ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી, યુવરાજ સિંહની સુકાનીમાં ટીમ બની ‘Champion’

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

Virat Kohli બોર્ડના નિયમથી નથી ખુશ? નામ લીધા વિના કરી મોટી વાત

featured-img
સ્પોર્ટ્સ

Hockey Players wedding: આ 2 ખેલાડી બની રહ્યા છે લાઈફ પાર્ટનર, આ તારીખે થશે લગ્ન

featured-img
Top News

Virat Kohli: વિરાટ કોહલીએ નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો, કહ્યું...

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
સ્પોર્ટ્સ

સચિનનો આ અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય! જુઓ Video

featured-img
ગાંધીનગર

Gandhinagar Holi:ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ધુળેટીના રંગે રંગાયા

×

Live Tv

Trending News

.

×