Ramotsav 2024: રામમય બન્યો છે માહોલ, 50 દેશોના 92 ખાસ લોકો પણ થયા સામેલ
Ramotsav 2024: અત્યારે આખો દેશ રામમય બની ગયા છે, જ્યા જોઈએ ત્યા બધા અત્યારે રામધુના મસ્ત જોવા મળે છે. આજે રામ મંદિરના ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક દિવસ છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેદ્ર મોદી પણ સામેલ થવાના છે. આ કાર્યક્રમને વૈશ્વિક બનાવવા માટે 50 દેશોનો 92 પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી તે રાજકીય લોકો પણ આ ઐતિહાસિક દિવસ (Ramotsav 2024) ના સાક્ષી બનવાના છે.
સામાજિક સમુહના 15 યજમાન પણ હાજર રહેશે
મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી સાથે વિભિન્ન સામાજિક સમુહના 15 યજમાન પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 11 વાગ્યાની આસપાસ મંદિર પહોંચશે અને ત્યાર બાદ ત્રણ કલાક સુધી મંદિર પરિસરમાં જ રોકાશે. તે પછી તેઓ રાજકીય બેઠકમાં જશે. આ સાથે વધુમાં વાત કરીએ તો બપોરે 12 કલાક અને 20 મિનિટ પહેલા 25 રાજ્યોમાંથી લાવેલા વિભિન્ન્ વાદ્યયંત્રો દ્વારા ‘મંગળ ઘ્વનિ’ વગાડવામાં આવશે.
#WATCH मध्य प्रदेश: श्री राम मंदिर प्राण प्रतिष्ठा समारोह के अवसर पर ओरछा के राम राजा सरकार मंदिर में श्रद्धालुओं की भारी भीड़ उमड़ी है। मंदिर को फूलों से सजाया गया है। pic.twitter.com/eofzZa9eEt
— ANI_HindiNews (@AHindinews) January 22, 2024
મંદિર ટ્રસ્ટે કરી લોકોને આ અપીલ
ઉલ્લેખનીય છેકે, અત્યારે આખી અયોધ્યા નગરીને હજારે 2500 ક્વિન્ટલ ફુલોથી શણગારવામાં આવી છે. આ સાથે રામ મંદિરને શણગારવા માટે 3 હજાર કિલો ફુલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે લોકોને વિનંતી કરી છે કે તેઓ 27 જાન્યુઆરી પછી જ મંદિરની મુલાકાત લેવાનું આયોજન કરે જ્યારે પ્રારંભિક ભીડ ઓછી થાય. કારણ કે, અત્યારે ત્યા રામ મંદિરના દર્શન જવાથી ભારે ભીડનો માહોલ છે.
આ પણ વાંચો: Pran Pratishtha પહેલા મૂર્તિની આંખો પર કેમ બાંધવામાં આવે છે કપડું?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ