Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ram Mandir Ayodhya: 22 જાન્યુઆરીએ રાહુલ, મમતા અને કેજરીવાલનો આ ખાસ પ્લાન

Ram Mandir Ayodhya: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારતીય જનતા પાર્ટી પૂર જોશમાં તૈયારીઓ કરી રહી છે. ત્યારે બીજી બાજુ વિપક્ષના નેતાઓ પણ પોતપોતાની રીતે તે દિવસે મંદિરમાં જવાનો પ્લાન...
ram mandir ayodhya  22 જાન્યુઆરીએ રાહુલ  મમતા અને કેજરીવાલનો આ ખાસ પ્લાન
Advertisement

Ram Mandir Ayodhya: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારતીય જનતા પાર્ટી પૂર જોશમાં તૈયારીઓ કરી રહી છે. ત્યારે બીજી બાજુ વિપક્ષના નેતાઓ પણ પોતપોતાની રીતે તે દિવસે મંદિરમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છે. આથી INDIA ના ગઠબંધનના વિવિધ દળો દ્વારા તેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે.

વિપક્ષોમાં પણ મંદિરોમાં જવાની હોડ લાગી

ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુવાહાટીના શિવ મંદિર અને કામાખ્યા મંદિરમાં જઈ શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતામાં કાળી પૂજા કરશે, તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સુંદર કાંડના પાઠ કરાવવાના છે.

Advertisement

રાહુલ ગાંધી ગુવાહાટીના શિવધામ જશે!

મળતી વિગતો પ્રમાણે રાહુલ ગાંધી ગુવાહાટીના લોખરામાં શિવજી ધામ જવાના છે, જોકે,આ દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ પહેલા જ નક્કી થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, મણિપુરથી શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા બુધવારે આસામ પહોંચશે. આ પહેલા પણ રાહુલ ગાંધી પોતાના શિવભક્ત કહીં ચૂક્યા છે. તેમણે એક વખતે એક રેલીમાં કહ્યું હતું કે તેઓ જ્યારે કોઈ વિમાનમાં હતા ત્યારે તેમાં કોઈ ખામી સર્જાઈ હતી ત્યારે તેમણે બોલેબાબાને યાદ કર્યા હતા અને પછી કૈલાશ માનસરોવરની યાત્રા પણ કરી હતી.

Advertisement

આ પણ વાંચો: પ્રધાનમંત્રીએ આંધ્ર પ્રદેશમાં કહ્યું, ‘ભગવાન રામ સુશાસનના પ્રતિક છે’

કોંગ્રેસે કરી હતી મોટી જાહેરાત

આ સાથે સાથે 2018માં જ્યારે તેઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યાં હતા ત્યારે તેમના ગળામાં રુદ્રાક્ષની માળા જોવા મળી હતી. કોંગ્રેસે પહેલા જ જણાવી દીધું છે કે, ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી દરેક ધર્મના ધર્મસ્થાનોમાં જવાના છે. જો કે, 22 જાન્યુઆરીને લઈને મંદિરમાં જવાની તેમણે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

મમતા બેનર્જી કરેશે કાલી માતાની પૂજા

નોંધનીય છે કે, 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે આ જ દિવસે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતામાં દરેક ધર્મના લોકો સાથે એક ‘સદભાવ રેલી’ યોજવાના છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીના પ્રમુખ બેનર્જીએ કહ્યું કે, કાલીઘાટ મંદિરમાં દેવી કાલી માતાની પૂજા કર્યા પછી દક્ષિણ કોલકાતાના હઝરાથી જુલુસની પણ શરૂઆત કરશે. આ જુલુસ પાર્ક સર્કસ મેદાન પર જઈને પૂર્ણ થશે, તે પહેલા તે મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારા સહિત વિવિધ ધર્મોના સ્થાનોમાંથી પસાર થશે.

Tags :
Advertisement

.

×