પટના રેલ્વે સ્ટેશન પર ચાલેલા Porn વીડિયો પર હવે તે જ ફિલ્મની Adult સ્ટારે બોલ્ડ ફોટા સાથે કર્યું ટ્વીટ
બિહારના પટના રેલ્વે સ્ટેશન પર ગત રવિવારે ટીવી સ્ક્રીન પર ઓડલ્ટ ફિલ્મ ચાલી હતી, જેના સમાચાર ખૂબ વાયરલ થયા. આ વીડિયોએ એવી હેડલાઇન્સ બનાવી કે પટના રેલ્વે સ્ટેશનના ટીવી સ્ક્રીન પર જે એડલ્ટ ફિલ્મનો વીડિયો ચાલી રહ્યો હતો તે વીડિયોની...
Advertisement
બિહારના પટના રેલ્વે સ્ટેશન પર ગત રવિવારે ટીવી સ્ક્રીન પર ઓડલ્ટ ફિલ્મ ચાલી હતી, જેના સમાચાર ખૂબ વાયરલ થયા. આ વીડિયોએ એવી હેડલાઇન્સ બનાવી કે પટના રેલ્વે સ્ટેશનના ટીવી સ્ક્રીન પર જે એડલ્ટ ફિલ્મનો વીડિયો ચાલી રહ્યો હતો તે વીડિયોની Pornstar એ હવે આ અંગે ટ્વીટ કર્યું છે. આ ટ્વીટે સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ અમેરિકાની પોર્ન એક્ટ્રેસ કેન્દ્રા લસ્ટ છે.
શું છે પોર્ન સ્ટાર કેન્દ્ર લસ્ટનું ટ્વિટ?
છેલ્લા ત્રણ દિવસમાં બિહારનું પટના રેલ્વે સ્ટેશન માત્ર દેશમાં જ નહીં પણ સમગ્ર દુનિયામાં ચર્ચામાં આવી ગયું છે. જેનું કારણ પટના રેલ્વે સ્ટેશનના ટીવી સ્ક્રીન પર ત્રણ મિનિટ સુધી એડલ્ટ ફિલ્મ ચાલી હતી તે છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થયા તો લોકોએ ખૂબ જ મજા લીધી. વળી, ફેમસ પોર્ન સ્ટાર કેન્દ્રા લસ્ટે આ ઘટના વિશે એક ગુપ્ત ટ્વીટ પોસ્ટ કરી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જણાવી દઇએ કે, અમેરિકન પોર્ન એક્ટ્રેસ કેન્દ્રા લસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. કેન્દ્રા પોર્ન સ્ટાર હોવાથી તેની પોસ્ટ પણ ઘણી વાર એવી જ હોય છે. જોકે, જ્યારે પટના સ્ટેશન પર પોર્ન વીડિયો ચલાવવામાં આવ્યો ત્યારે કેન્દ્રા લસ્ટે તેને સંબંધિત એક પોસ્ટ પણ કરી હતી. 20 માર્ચના રોજ, કેન્દ્રાએ ટ્વિટર પર પોતાની એક તસવીર ટ્વીટ કરી, તેને કેપ્શન તેણે ઈન્ડિયા લખ્યું અને સાથે #BiharRailwayStation હેશટેગનો ઉપયોગ કર્યો. કેન્દ્રનું આ ટ્વીટ હવે વાયરલ થઈ રહ્યું છે.
3 મિનિટ ચાલ્યો હતો પોર્ન વીડિયો
જણાવી દઈએ કે પટના રેલ્વે સ્ટેશન પર લગભગ 3 મિનિટ સુધી પોર્ન ફિલ્મ ચાલતી રહી. જ્યારે મુસાફરોની નજર ડિસ્પ્લે પર પડી તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જાહેરાતોને બદલે અશ્લીલ વીડિયો ચલાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન, ઘણા મુસાફરોએ તેમના મોબાઇલમાંથી તેને રેકોર્ડ પણ કર્યું. જ્યારે પ્લેટફોર્મ પરના લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને અધિકારીઓને ફરિયાદ કરી હતી. ત્યારપછી રેલ્વે સુરક્ષા દળોએ મામલાની નોંધ લઈને પોર્ન ક્લિપને બંધ કરી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં પોર્નોગ્રાફિક વીડિયો 3 મિનિટ સુધી ચાલી ગયો હતો અને મામલાએ આગ પકડી લીધી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ