Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોણ છે Bhartruhari Mahtab? જેમને રાષ્ટ્રપતિએ લોકસભાના બનાવ્યા પ્રોટેમ સ્પીકર...

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો અને કેન્દ્રમાં સરકારી રચના બાદ નવી સંસદનું પ્રથમ સત્ર પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ ક્રમમાં, ભરના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંએ બંધારણની કલમ 95(1) હેઠળ લોકસભાના સભ્ય ભર્તુહરિ મહતાબ (Bhartruhari Mahtab)ને પ્રોટેમ સ્પીકર...
કોણ છે bhartruhari mahtab  જેમને રાષ્ટ્રપતિએ લોકસભાના બનાવ્યા પ્રોટેમ સ્પીકર

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો અને કેન્દ્રમાં સરકારી રચના બાદ નવી સંસદનું પ્રથમ સત્ર પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ ક્રમમાં, ભરના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંએ બંધારણની કલમ 95(1) હેઠળ લોકસભાના સભ્ય ભર્તુહરિ મહતાબ (Bhartruhari Mahtab)ને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. આવો જાણીએ ભર્તુહરિ મહતાબ (Bhartruhari Mahtab) વિશે કેટલીક ખાસ વાતો.

Advertisement

લોકસભા અધ્યક્ષની ચૂંટણી સુધી આ પણ સંભાળશે...

મળતી જાણકારી અનુસાર, ભર્તુહરિ મહતાબ (Bhartruhari Mahtab) નીચેલા ગૃહ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સુધી પ્રિસાઇડિંગ ઓફિસરની ફરજો નિભાવશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ જણાવ્યું કે, લોકસભાના સભ્યો કે સુરેશ, ટીઆર બાલુ, રાધા મોહન સિંહ, ફગ્ગન સિંહ કુલસ્તે અને સુદીપ બંદોપાધ્યાય પ્રોટેમ સ્પીકરને મદદ કરશે.

Advertisement

કોણ છે Bhartruhari Mahtab?

ભર્તુહરિ મહતાબ (Bhartruhari Mahtab) ઓડિશાની કટક લોકસભા બેઠક પરથી 7 મી વખત સાંસદ બન્યા છે. ભર્તુહરિ ઓડિશાના ભુતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વર્ગસ્થ હરેકૃષ્ણ મહતાબના પુત્ર છે. ભર્તુહરિ બીજુ જનતા દળ છોડીને 2024 ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. તેમણે કટક બેઠક પરથી BJD ના સંતરૂપ મિશ્રાને 57,007 મતોથી હરાવ્યા હતા.

સત્ર ક્યારે શરૂ થશે?

BJP સાંસદ ભર્તૃહરિ મહતાબ નવા ચૂંટાયેલા સાંસદોને 18 મી લોકસભામાં પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ માહિતી સામે આવી હતી કે 18 મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. નવા ચૂંટાયેલા સભ્યો 24-25 જૂને શપથ લેશે. લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને યોજાવાની છે.

Advertisement

આ પણ વાંચો : Jammu and Kashmir : PM મોદીએ આપી ચેતવણી, ‘આતંકીઓની હવે ખેર નહીં…’

આ પણ વાંચો : દેડકા, આંગળીઓ… ખાવાની વસ્તુઓમાં શું-શું મળે છે, આ વખતે Vande Bharat Train માં થયો કાંડ!

આ પણ વાંચો : Delhi ના CM અરવિંદ કેજરીવાલને મળ્યા જામીન, રાઉઝ એવન્યુ કોર્ટે આપી રાહત…

Tags :
Advertisement

.