West Bengal : છોકરી ચીસો પાડતી રહી અને બે લોકો લાકડીઓથી મારતા રહ્યા, Video Viral
પશ્ચિમ બંગાળ (West Bengal)માંથી માનવતાને શરમાવે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં કેટલાક લોકો દ્વારા એક યુવતીને બેરહેમીથી માર મારવાનો મામલો સામે આવ્યો છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છ. આ વીડિયોમાં જોઈએ શકાય છે કે બે લોકો છોકરીને જોરદાર મારમારી રહ્યા છે અને ચાર લોકો મળીને છોકરીને પકડી રહ્યા છે. આ ઘટના માટે BJP એ TMC પર પ્રહાર કર્યા છે.
ભાજપે શું કહ્યું?
ભાજપે સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યું છે મહિલા અધિકારોના ચેમ્પિયનનો દાવો કરતી સરકાર દ્વારા આ બર્બર કૃત્યુ માનવતા પર શરમજનક ડાઘ છે. આ બાબતની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને કોઈપણ સંજોગોમાં ન્યાય સાથે ચેડા ન થવો જોઈએ.
Emerging video from Taltala Club, Kamarhati: Shocking reports allege Jayanta Singh, a close associate of TMC MLA Madan Mitra, violently attacked a defenseless girl.
This barbaric act under a government claiming to champion women's rights is a disgraceful stain on humanity.… pic.twitter.com/bASj4VSISX
— BJP West Bengal (@BJP4Bengal) July 8, 2024
પશ્ચિમ બંગાળ (West Bengal)માં 10 જુલાઈએ પેટાચૂંટણી...
પશ્ચિમ બંગાળ (West Bengal)ની માણિકતલા, રાયગંજ, રાણાઘાટ દક્ષિણ અને બગદાહ બેઠકો પર પેટાચૂંટણી છે. આવી સ્થિતિમાં આવા વીડિયો સામે આવવાથી રાજ્યમાં સત્તારૂઢ TMC ની મુશ્કેલીઓ વધી શકે છે. તે જ સમયે ભાજપને TMC પર નિશાન સાધવાનો મુદ્દો મળ્યો છે.
આ પણ વાંચો : Accident : પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત, બસમાં મુસાફરી કરી રહેલા 4 લોકોના મોત, 12 ઘાયલ
આ પણ વાંચો : Mumbai માં નવ કલાકમાં 101.8 mm વરસાદ, IMD એ રેડ એલર્ટ જાહેર કર્યું…
આ પણ વાંચો : Jammu and Kashmir : કાશ્મીર ટાઈગર્સે સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી, જૈશ સાથે છે કનેક્શન…