Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vande Bharat : આજે વંદે ભારત અડધી સદી પૂર્ણ કરશે, PM મોદી 10 નવી ટ્રેનોને લીલી ઝંડી આપશે...

વંદે ભારત (Vande Bharat) ટ્રેનોની સંખ્યા વધી રહી છે. વંદે ભારત ટ્રેનોની સંખ્યા હવે 50 થી વધુ થવા જઈ રહી છે. આજે PM મોદી 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. આજે આ ટ્રેનોના ઉદ્ઘાટન બાદ વંદે ભારત ટ્રેનોની...
vande bharat   આજે વંદે ભારત અડધી સદી પૂર્ણ કરશે  pm મોદી 10 નવી ટ્રેનોને લીલી ઝંડી આપશે

વંદે ભારત (Vande Bharat) ટ્રેનોની સંખ્યા વધી રહી છે. વંદે ભારત ટ્રેનોની સંખ્યા હવે 50 થી વધુ થવા જઈ રહી છે. આજે PM મોદી 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. આજે આ ટ્રેનોના ઉદ્ઘાટન બાદ વંદે ભારત ટ્રેનોની સંખ્યા અડધી સદી વટાવી જશે. આ સાથે ઘણી ટ્રેનોના રૂટ પણ લંબાવવામાં આવશે. એટલે કે હાલની ચાર વંદે ભારત ટ્રેનોના રૂટ વધારવામાં આવશે.

Advertisement

10 નવી વંદે ભારત ટ્રેન કયા રૂટ પર શરૂ થઈ રહી છે

1. લખનૌ-દેહરાદૂન
2. પટના-લખનૌ
3. ન્યૂ જલપાઈગુડી-પટના
4. પુરી-વિશાખાપટ્ટનમ
5. કલાબુર્ગી-બેંગ્લોર
6. રાંચી-વારાણસી
7. ખુજરાહો-દિલ્હી
8. અમદાવાદ-મુંબઈ
9. સિકંદરાબાદ- વિશાખાપટ્ટનમ
10. મૈસૂર - ચેન્નાઈ

કઈ ટ્રેનોના રૂટ વધ્યા?

તમને જણાવી દઈએ કે રેલ્વે 4 વંદે ભારત (Vande Bharat) ટ્રેનોના રૂટ વધારી રહી છે. રેલવેએ જણાવ્યું છે કે અમદાવાદ-જામનગરથી વંદે ભારત (Vande Bharat) હવે દ્વારકા સુધી જશે. આ સિવાય અમજેર-દિલ્હી ટ્રેન ચંદીગઢ સુધી દોડશે. ગોરખપુર-લખનૌ ટ્રેન હવે પ્રયાગરાજ જશે. તે જ સમયે, તિરુવનંતપુરમ-કસારાગોડ ટ્રેન હવે મેંગલુરુ સુધી દોડશે.

Advertisement

PM MODI

વંદે ભારત ટ્રેનોની સંખ્યા 51 પર પહોંચશે

આ 10 નવી ટ્રેનો સાથે, દેશભરમાં દોડતી વંદે ભારત (Vande Bharat) ટ્રેનોની કુલ સંખ્યા 51 પર પહોંચી જશે જે 45 રૂટને આવરી લેશે. ઉલ્લેખનીય છે કે, હવે છ રૂટ પર બે વંદે ભારત ટ્રેન છે, જેમાં દિલ્હી-કટરા, દિલ્હી-વારાણસી, મુંબઈ-અમદાવાદ, મૈસુર-ચેન્નઈ, કસરાગોડ-તિરુવનંતપુરમ અને નવા ઉદ્ઘાટન બાદ વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે.

Advertisement

મોટાભાગની વંદે ભારત ટ્રેનો દિલ્હીથી ચાલે છે

દિલ્હીથી દોડતી વંદે ભારત (Vande Bharat) ટ્રેનોની સંખ્યા સૌથી વધુ છે. આ ટ્રેનો દિલ્હીને દેહરાદૂન, અંબ અંદૌરા, ભોપાલ, અયોધ્યા, અમૃતસર અને હવે ખજુરાહો જેવા રૂટ સાથે જોડે છે. મુંબઈથી ચાલતી વંદે ભારત ટ્રેનોની સંખ્યા 6ની નજીક છે. આ સિવાય 5 વંદે ભારત ટ્રેન ચેન્નાઈમાં અને 2 મૈસૂરમાં ચાલશે.

ડિસેમ્બરમાં 6 નવા વંદે ભારતની શરૂઆત કરવામાં આવી હતી

ડિસેમ્બર 2023માં 6 નવી વંદે ભારત (Vande Bharat) ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. આમાં કટરા-નવી દિલ્હી, અમૃતસર-દિલ્હી, કોઈમ્બતુર-બેંગ્લોર, મેંગ્લોર-મડગાંવ, જાલના-મુંબઈ અને અયોધ્યા-દિલ્હી જેવા ઘણા માર્ગો એકસાથે જોડાયેલા હતા. આ સિવાય દિલ્હીથી વારાણસી માટે બીજી ટ્રેન શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : High Court: હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, શૈક્ષણિક સર્ટિફિકેટમાં માતા અને પિતા બન્નેના નામ રાખો

આ પણ વાંચો : આજથી ભારતમાં CAA ના નિયમો લાગુ, જાણો વિપક્ષના નેતાઓએ શું કહ્યું?

આ પણ વાંચો : ભારતમાં CAA ના નિયમો લાગું, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.