Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uttarkashi Tunnel : PM મોદીએ સુરંગમાંથી બચાવેલા કામદારો સાથે ફોન પર વાત કરી, કહ્યું કંઇક એવું કે કામદારો...

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને 17 દિવસની મહેનત બાદ મંગળવારે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ મજૂરોને સુરંગમાંથી બહાર કાઢ્યા પછી, તેઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું સ્વાસ્થ્ય ચેકઅપ કરવામાં આવ્યું. આ પછી વડા પ્રધાન...
uttarkashi tunnel   pm મોદીએ સુરંગમાંથી બચાવેલા કામદારો સાથે ફોન પર વાત કરી  કહ્યું કંઇક એવું કે કામદારો

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને 17 દિવસની મહેનત બાદ મંગળવારે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ મજૂરોને સુરંગમાંથી બહાર કાઢ્યા પછી, તેઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું સ્વાસ્થ્ય ચેકઅપ કરવામાં આવ્યું. આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મજૂરો સાથે ફોન પર વાત કરી અને તેમની તબિયત પૂછી.

Advertisement

આ પહેલા, કામદારોને સુરંગમાંથી બહાર કાઢવા પર ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, "હું તેમને કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે. હું તમને બધાના સારા સ્વાસ્થ્યની કામના કરું છું." પીએમે વધુમાં કહ્યું કે, "આ ખૂબ જ સંતોષની વાત છે કે લાંબી રાહ જોયા પછી, અમારા આ સાથીઓ હવે તેમના પ્રિયજનોને મળશે. આ બધાના પરિવારજનોએ પણ આ પડકારજનક સમયમાં જે સંયમ અને હિંમત દાખવી છે તે પ્રશંસનીય છે. આ રેસ્ક્યુ ઓપરેશન સાથે જોડાયેલા તમામ લોકોની ભાવનાને પણ હું સલામ કરું છું. તેમની બહાદુરી અને દૃઢ નિશ્ચયએ આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્યું છે.આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્ક બતાવ્યું છે."

Advertisement

12 નવેમ્બરથી કામદારો અટવાયા હતા

આ અકસ્માત દિવાળીના દિવસે એટલે કે 12મી નવેમ્બરે થયો હતો. આ મજૂરો આ ટનલમાં કામ કરતા હતા. ત્યારબાદ ભૂસ્ખલન થયું અને કામદારો કાટમાળની 60 મીટર લાંબી દિવાલ પાછળ ફસાઈ ગયા. ત્યારથી, આ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

26 મી નવેમ્બરથી રેટ માઈનર્સ શરૂ કર્યું હતું

રવિવારે એટલે કે 26 મી નવેમ્બરે સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે 6 'રેટ હોલ' માઈનર્સ સ્થળ પર પ્રવેશ્યા હતા. આ રેટ માઈનર્સોને ખાનગી કંપની ટ્રેન્ચલેસ એન્જિનિયરિંગ સર્વિસે બોલાવ્યા હતા. તેઓએ દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં પાણીની પાઇપલાઇન બિછાવીને તેમની ટનલિંગ ક્ષમતા દર્શાવી છે. ઉત્તરકાશીમાં કામ કરવાની તેમની પદ્ધતિ 'રેટ હોલ' માઇનિંગ કરતાં અલગ હતી. આ કામ માટે માત્ર એવા લોકોને જ બોલાવવામાં આવ્યા હતા જેઓ ટનલિંગના નિષ્ણાત છે.

Advertisement

આ પણ વાંચો : Uttarkashi Tunnel : 422 કલાક પછી કામદારોએ જીત્યો જંગ, જાણો શરૂઆતથી લઈને અંત સુધીની કહાની…

Tags :
Advertisement

.