Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર PM મોદીનું સંબોધન સાંભળશે અમેરીકા

અમેરીકન સાંસદોનું એક દ્વિદળીય સમુહ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળવા માટે ભારત આવી રહ્યું છે. દ્વિદળીય સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ભારતીય-અમેરીકન સાંસાદ રો ખન્ના અને સાંસદ માઈકવ વોલ્ટ્જ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે...
સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર pm મોદીનું સંબોધન સાંભળશે અમેરીકા
Advertisement

અમેરીકન સાંસદોનું એક દ્વિદળીય સમુહ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળવા માટે ભારત આવી રહ્યું છે. દ્વિદળીય સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ભારતીય-અમેરીકન સાંસાદ રો ખન્ના અને સાંસદ માઈકવ વોલ્ટ્જ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે બંને અમેરીકન સદનમાં દેશ વિશેષના સૌથી મોટા દ્વિદળીય ગઢબંધન કોંગ્રેસનલ કોક્સ ઓન ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન્સ અમેરિકન્સના સહ અધ્યક્ષ છે.

Advertisement

સ્વતંત્રતા દિવસે PM નું સંબોધન

અમેરીકાના સાંસદ લાલ કિલ્લાની પણ મુલાકાત કરશે. જ્યાં વડાપ્રધાન ભારતના સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સિવાય તેઓ હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હીમાં વેપાર, ટેક્નોલોજી, સરકાર અને બોલિવુડ સાથે જોડાયેલા લોકો સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. સાથે જ રાજઘાટની પણ મુલાકાત લેશે.

Advertisement

US Congressional Member Delegation to visit India

Advertisement

USA નું પ્રતિનિધિ મંડળ ભારતમાં

જણાવી દઈએ કે, ભારત આવનારા ખન્ના અને વોલ્ટ્જ સિવાય સાંસદ ડેબોરા રોસ, કેટ કેમમેક, શ્રી થાનેદાર, જેસ્મીન કોકેટ સાથે-સાથે રિચ મેકકોર્મિક અને એડ કેસ પણ સામેલ છે. જોકે સાંસદ ખન્ના માટે ભારત આવવું અને સાંસદોમાં થોડું વધારે ખાસ છે. વાસ્તવમાં તેમના દાદા અમરનાથ વિદ્યાલંકાર એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. જેમણે ગાંધીજી સાથે ચાર વર્ષ જેલમાં વિતાવ્યા હચા અને બાદમા ભારતની પહેલી સાંસદનો એક ભાગ બન્યા હતા.

શું કહ્યું રો ખન્નાએ?

ખન્નાએ કહ્યું કે, ઈન્ડિયા કોક્સના સહ-અધ્યક્ષ તરીકે ભારતમાં એક દ્વિદળીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરવું ગર્વની વાત છે. અમે આ દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક અને રક્ષા સંબંધોને કેવી રીતે મજબૂત કરવામાં આવે તેના પર પણ ચર્ચા કરીશું.

આ પણ વાંચો : મોદી સરકાર સામે બીજો અવિશ્વાસ પ્રસ્તાવ, પ્રથમ નેહરુ અને સૌથી વધુ ઈન્દિરા સામે, જાણો 60 વર્ષનો ઈતિહાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Trending News

.

×