Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP : ઘોર કળિયુગ! ભાભી સાથે ઝઘડો થતા ફોઈએ 2 માસૂમ બાળકોને આપ્યું દર્દનાક મોત...

ઉત્તર પ્રદેશ (UP)ના બંદાયૂં બાદ હવે પ્રયાગરાજમાં પણ ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો છે.અહીં પણ બે માસૂમ બાળકોની હત્યાના સમાચાર સામે આવ્યા છે, બાળકોની ફોઈએ તેમની હત્યાનો આરોપ લગાવ્યો છે. ફોઈ માનસિક રીતે બીમાર છે છેલ્લા ઘણા દિવસોથી તેની હાલત...
up   ઘોર કળિયુગ  ભાભી સાથે ઝઘડો થતા ફોઈએ 2 માસૂમ બાળકોને આપ્યું દર્દનાક મોત
Advertisement

ઉત્તર પ્રદેશ (UP)ના બંદાયૂં બાદ હવે પ્રયાગરાજમાં પણ ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો છે.અહીં પણ બે માસૂમ બાળકોની હત્યાના સમાચાર સામે આવ્યા છે, બાળકોની ફોઈએ તેમની હત્યાનો આરોપ લગાવ્યો છે. ફોઈ માનસિક રીતે બીમાર છે છેલ્લા ઘણા દિવસોથી તેની હાલત ખરાબ હોવાનું કહેવાય છે જેના કારણે તેણે આ ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો છે. માસુમ બાળકોની હત્યાના કારણે વિસ્તારમાં ચુપકીદી છવાઈ ગઈ છે અને દરેક વ્યક્તિ આ હત્યા વિશે વાત કરી રહ્યા છે.આ ઘાતકી હત્યા પ્રયાગરાજ શહેરથી લગભગ 60 કિલોમીટર દૂર મેજા પોલીસ સ્ટેશન વિસ્તારના હરગઢ ગામમાં ઘટી છે.

છેલ્લા કેટલાક દિવસોથી આરોપી ફોઈની માનસિક સ્થિતિ સારી નથી...

એવું કહેવાય છે કે આરોપી ફોઈ જેનું નામ પૂજા છે, તેણીની માનસિક સ્થિતિ છેલ્લા ઘણા દિવસોથી સારી નથી જેના કારણે તે તેના સંજય નામના ભાઈના ઘરે રહેતી હતી. વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ પૂજા ભાભી સાથે અવારનવાર મતભેદ થતા હતા.વાદ-વિવાદ ચાલતો હતો.

Advertisement

Advertisement

ફોઈ પૂજાએ પોતે બંને ભત્રીજાઓને લાકડાના ફટકાથી માર માર્યો હતો...

ઘટનાના દિવસે એટલે કે 19મી માર્ચે બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હતો કે ફોઈ પૂજાએ ત્રણ વર્ષના અભિ અને તેના પાંચ વર્ષના મોટા ભાઈ લકીને લાકડાના ફટકાથી માર માર્યો હતો.પોલીસ બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ FIR નોંધી છે અને તેની શોધખોળ હાથ ધરી છે.

યુપી (UP)ના બંદાયૂંમાં બે બાળકોની હત્યા

નોંધનીય છે કે તાજેતરમાં જ યુપી (UP)ના બંદાયૂંમાં બે બાળકોની હત્યા કરવામાં આવી હતી.આરોપીઓએ માસૂમ બાળકોને રેઝરથી કાપી નાખ્યા હતા, ત્યારબાદ ગુસ્સે થયેલા લોકોએ પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો, વાહનોમાં તોડફોડ કરી હતી અને આગ ચાંપી હતી, પરિસ્થિતિ તંગ બની હતી. હત્યારાને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.

આ પણ વાંચો : UP : ડબલ મર્ડર કેસમાં થયો મોટો ખુલાસો, આરોપીની માતાએ તોડ્યું મૌન…

આ પણ વાંચો : UP : બંદાયૂંમાં રેઝર વડે 2 બાળકોનું ગળું કાપીને હત્યા કરાઈ, પોલીસે એન્કાઉન્ટરમાં મુખ્ય આરોપીને કર્યો ઠાર…

આ પણ વાંચો : Startup Mahakumbh: ‘સોફ્ટવેરની દુનિયામાં ભારતની સૌથી મોટી છલાંગ’ PM Modi નું ભારત મંડપમમાં સંબોધન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Vadtaldham : પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને ગુલાબનાં ફૂલોનો ભવ્ય શણગાર, હીરાજડિત મુગટ પહેરાવાયો

featured-img
ધર્મ ભક્તિ

Maha kumbh 2025: પોષ પૂર્ણિમાના સ્નાન સાથે મહાકુંભનો પ્રારંભ, જુઓ PHOTOS

featured-img
અમદાવાદ

Weather Report : રાજ્યમાં ઠંડા પવનનાં સુસવાટા સાથે ફરીવાર ઠંડીનો ચમકારો, જાણો આગાહી

featured-img
બિઝનેસ

Stock Market : આજે આ 5 શેરોમાં જોવા મળશે હલચલ,રાખો નજર

featured-img
સ્પોર્ટ્સ

Champions Trophy:ઓસ્ટ્રેલિયા ટીમ જાહેર, આ ખેલાડીને મળી કેપ્ટનશીપ

featured-img
ધર્મ ભક્તિ

Maha Kumbh:હાડ થીજવતી ઠંડીમાં પણ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ, પહેલા દિવસે જનમેદની

×

Live Tv

Trending News

.

×