Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP : લખનઉના કાકોરીમાં મોટી દુર્ઘટના, સિલિન્ડર વિસ્ફોટથી 3 છોકરીઓ સહિત 5 લોકોના મોત, 4 ઘાયલ...

UP ની રાજધાની લખનઉના કાકોરીમાં એક મોટી દુર્ઘટના બની છે. 2 સિલિન્ડરમાં થયેલા બ્લાસ્ટને કારણે 3 યુવતીઓ સહિત 5 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના ગત રાત્રે 10.30...
up   લખનઉના કાકોરીમાં મોટી દુર્ઘટના  સિલિન્ડર વિસ્ફોટથી 3 છોકરીઓ સહિત 5 લોકોના મોત  4 ઘાયલ
Advertisement

UP ની રાજધાની લખનઉના કાકોરીમાં એક મોટી દુર્ઘટના બની છે. 2 સિલિન્ડરમાં થયેલા બ્લાસ્ટને કારણે 3 યુવતીઓ સહિત 5 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના ગત રાત્રે 10.30 વાગ્યાની આસપાસ બની હતી.

શું છે સમગ્ર મામલો?

હઝરત સાહેબ કસ્બા કાકોરીમાં રહેતા મુશીરના ઘરમાં રાત્રે સાડા દસ વાગ્યે શોર્ટ સર્કિટના કારણે બે સિલિન્ડર ફાટ્યા હતા, જેમાં કુલ 9 લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતા. અહીં 5 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે અને 4 લોકો ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે. હાતા હઝરત સાહેબના રહેવાસી મુશીર અલી (50) જરદોજી કામ કરવાની સાથે ફટાકડાનો વેપારી પણ હતો. મંગળવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે તેમના ઘરના બીજા માળે આગ લાગી હતી. આગ લાગ્યાની થોડીવાર બાદ સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘરની અંદરના લોકો બહાર આવી શકે ત્યાં સુધીમાં આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી.

Advertisement

મૃતકો અને ઘાયલોના નામ

આ અકસ્માતમાં 50 વર્ષીય મુશીર, 45 વર્ષની હુસ્ન બાનો, 7 વર્ષની રૈયા, 4 વર્ષની ઉમા અને 2 વર્ષની હિનાનું મોત થયું છે. 17 વર્ષની ઈશા, 21 વર્ષની લકબ, 34 વર્ષીય અજમદ અને 18 વર્ષની અનમ ઘાયલ છે. સ્થાનિક પોલીસ દળ અને ફાયર બ્રિગેડની 3 ગાડીઓની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : Bomb Blast Threat : ‘બેંગલુરુને બોમ્બથી ઉડાવી દઈશું’, શાહિદ ખાન નામના વ્યક્તિનો આવ્યો ઈમેઈલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×