Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હોટેલિયરની હત્યા કેસમાં અંડરવર્લ્ડ ડોન Chhota Rajan ને આજીવન કેદ, 23 વર્ષ બાદ આવ્યો ચુકાદો...

મુંબઈની એક વિશેષ કોર્ટે ગુરુવારે ગેંગસ્ટર છોટા રાજન (Chhota Rajan)ને 2001 માં હોટેલિયર જય શેટ્ટીની હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારી છે. મહારાષ્ટ્ર કંટ્રોલ of ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળના કેસ માટે વિશેષ ન્યાયાધીશ એ.એમ. પાટીલે રાજનને હત્યા માટે ભારતીય...
હોટેલિયરની હત્યા કેસમાં અંડરવર્લ્ડ ડોન chhota rajan ને આજીવન કેદ  23 વર્ષ બાદ આવ્યો ચુકાદો

મુંબઈની એક વિશેષ કોર્ટે ગુરુવારે ગેંગસ્ટર છોટા રાજન (Chhota Rajan)ને 2001 માં હોટેલિયર જય શેટ્ટીની હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારી છે. મહારાષ્ટ્ર કંટ્રોલ of ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળના કેસ માટે વિશેષ ન્યાયાધીશ એ.એમ. પાટીલે રાજનને હત્યા માટે ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ દોધિત ઠેરવ્યો હતો. જય શેટ્ટી મધ્ય મુંબઈમાં ગામદેવીમાં આવેલી ગોલ્ડન ક્રાઉન હોટેલનો માલિક હતો. છોટા રાજન (Chhota Rajan) ગેંગ તરફથી ખંડણીની ધમકીઓનો સામનો કરી રહેલા જય શેટ્ટીને 4 મે, 2001 ના રોજ હોટલના પહેલા માળે ગેંગના બે સભ્યોએ ગોળી મારી દીધી હતી.

Advertisement

પોલીસે હોટલ મેનેજરની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો. કેસની તપાસમાં જાણવા મળ્યું કે શેટ્ટીને છોટા રાજન (Chhota Rajan) ગેંગના સભ્ય હેમંત પૂજારી તરફથી ખંડણીનો કોલ આવ્યો હતો અને જ્યારે તેણે પૈસા ન આપ્યા ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી.

છોટા રાજન તિહાર જેલમાં બંધ છે...

રાજન સામે ખંડણી અને સંબંધિત ગુનાઓ માટે ઘણા કેસ નોંધાયેલા છે, તેથી હોટેલિયરની હત્યા કેસમાં તેની અને અન્ય આરોપીઓ સામે MCOCA હેઠળ આરોપો પણ ઉમેરવામાં આવ્યા હતા. અગાઉના બે અલગ-અલગ ટ્રાયલમાં અન્ય ત્રણ આરોપીઓને હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને એકને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. રાજન 2011 માં પત્રકાર જે ડેની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને હાલમાં તે દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

Advertisement

16 લાખનો દંડ...

કોર્ટે છોટા રાજન (Chhota Rajan)ને આજીવન કેદની સાથે 16 લાખ રૂપિયાનો દંડ ભરવા પણ કહ્યું છે. મહારાષ્ટ્ર સરકારની સૂચના બાદ છોટા રાજન (Chhota Rajan)ના તમામ 71 કેસની તપાસ CBI ને સોંપવામાં આવી હતી. CBI એ અગાઉ પત્રકાર જે ડેની હત્યા કેસની તપાસ કરી હતી અને આ કેસમાં છોટા રાજન (Chhota Rajan) આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. આ સિવાય છોટા રાજન (Chhota Rajan)ના અન્ય ત્રણ કેસની CBI દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તે દોષિત ઠર્યો હતો. આ કેસોમાં તેને 10 વર્ષ, 8 વર્ષ અને 2 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો : PM મોદીએ આ Lok Sabha Election માં કેટલી રેલી અને કેટલા રોડ શો કર્યા, જાણો સંપૂર્ણ આંકડો…

Advertisement

આ પણ વાંચો : Lok Sabha Election : લોકસભા ચૂંટણી 2024 સાતમી અને અંતિમ મતદાન માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત…

આ પણ વાંચો : Kanniyakumari : PM મોદી કન્યાકુમારી પહોંચ્યા, ભગવતી અમન મંદિરમાં પૂજા કરી…

Tags :
Advertisement

.