Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નકલી આધાર કાર્ડ દેખાડી સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર ત્રણની ધરપકડ, FIR દાખલ...

સંસદ ભવનમાં ઘૂસવાના પ્રયાસને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. વાસ્તવમાં, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના જવાનોએ નકલી કાર્ડનો ઉપયોગ કરીને ઉચ્ચ સુરક્ષાવાળા સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ત્રણ મજૂરોને પકડ્યા છે. સત્તાવાર સુત્રોએ આ માહિતી આપી. સુત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી...
નકલી આધાર કાર્ડ દેખાડી સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર ત્રણની ધરપકડ  fir દાખલ
Advertisement

સંસદ ભવનમાં ઘૂસવાના પ્રયાસને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. વાસ્તવમાં, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના જવાનોએ નકલી કાર્ડનો ઉપયોગ કરીને ઉચ્ચ સુરક્ષાવાળા સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ત્રણ મજૂરોને પકડ્યા છે. સત્તાવાર સુત્રોએ આ માહિતી આપી. સુત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે કાસિમ, મોનિસ અને શોએબ નામના ત્રણ લોકોની ધરપકડ કરી છે અને તેમની સામે બનાવટી અને છેતરપિંડી સંબંધિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.

CISF એ ત્રણેય લોકોને પકડી લીધા...

મંગળવારે, ત્રણ વ્યક્તિઓને CISF જવાનો દ્વારા સંસદ ભવનના એક પ્રવેશ દ્વાર પર સુરક્ષા અને ઓળખ કાર્ડની તપાસ દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્રણેય પોતપોતાના આધાર કાર્ડ બતાવીને સંસદ ભવન સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. CISF ના જવાનોને તેના કાર્ડ પર શંકા ગઈ અને વધુ તપાસમાં તે નકલી હોવાનું જાણવા મળ્યું. હાલમાં જ CRPF અને દિલ્હી પોલીસની ટુકડીની જગ્યાએ CISF ને સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંસદ ભવન સંકુલની અંદર એમપી લાઉન્જના નિર્માણ માટે 'ડીવી પ્રોજેક્ટ્સ લિમિટેડ' દ્વારા ત્રણેય લોકોને નીકરી પર રાખવામાં આવ્યા હતા.

Advertisement

ગયા વર્ષે બે યુવાનો સંસદમાં પ્રવેશ્યા હતા...

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે 13 ડિસેમ્બરે બે યુવકોએ ઓડિયન્સ ગેલેરીમાંથી ડેસ્ક પર કૂદીને કલર સ્મોગ પણ છોડ્યો હતો. આ દરમિયાન આખો હોલ ધુમાડાથી ભરાઈ ગયો હતો. ત્યારથી સંસદની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે, આ લોકોને ત્યાં હાજર સુરક્ષા દળોએ પકડી લીધા હતા અને તેમના સિવાય અન્ય સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ જણાવ્યું હતું કે તેમનો ઉદેશ્ય મણિપુર હિંસા, બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ તરફ ધ્યાન દોરવાનો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : Varanasi : નરેન્દ્ર મોદીને જીતનું સર્ટિફીકેટ આપવા જશે કોણ..?

આ પણ વાંચો : NEET માં થયો Scam? પેપર લીક બાદ લાગ્યો આ સૌથી ગંભીર આરોપ, NTA આપ્યું સ્પષ્ટીકરણ

આ પણ વાંચો : EXCLUSIVE: NDAની સરકાર બનાવવાની કવાયત વચ્ચે કોંગ્રેસનો સૌથી મોટો દાવો

Tags :
Advertisement

.

×