Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mumbai : વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં મોતનો આંકડો 14 સુધી પહોંચ્યો

Mumbai : સોમવારે મુંબઈ (Mumbai) ના ઘાટકોપર વિસ્તારમાં વાવાઝોડામાં એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં મોતનો આંકડો 14 સુધી પહોંચ્યો છે. અને 43થી વધુ લોકો ઘાયલ થયા હતા. 15 હજાર સ્ક્વેર ફૂટથી વધુના આ હોર્ડિંગનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ...
mumbai   વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં મોતનો આંકડો 14 સુધી પહોંચ્યો

Mumbai : સોમવારે મુંબઈ (Mumbai) ના ઘાટકોપર વિસ્તારમાં વાવાઝોડામાં એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં મોતનો આંકડો 14 સુધી પહોંચ્યો છે. અને 43થી વધુ લોકો ઘાયલ થયા હતા. 15 હજાર સ્ક્વેર ફૂટથી વધુના આ હોર્ડિંગનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. જોકે હવે અધિકારીઓનું કહેવું છે કે આ મ્યુનિસિપલ બોડીની પરવાનગી વિના લગાવામાં આવ્યું હતું.

Advertisement

વિશાળ હોર્ડિંગ ધરાશાયી

સોમવારે સાંજે મુંબઈમાં અચાનક હવામાન બદલાઈ ગયું હતું અને આકાશ ગાઢ વાદળોથી ઢંકાઈ ગયા પછી, ધૂળની ડમરીઓ અને વરસાદ શરૂ થયો. આ વાવાઝોડાને કારણે ઘાટકોપરની સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થઇ ગયું, જેની નીચે મોટી સંખ્યામાં લોકો દટાઈ ગયા હતા. લોકોની ચીસોથી આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. તાત્કાલિક પોલીસ અને મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

14 લોકોના મોત

જ્યારે આ અકસ્માત થયો ત્યારે પેટ્રોલ પંપ પાસે 100 થી વધુ લોકો હાજર હતા. હોર્ડિંગ પડી ગયા બાદ હોબાળો થયો હતો. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, એનડીઆરએફની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જે આખી રાત ચાલુ રહ્યું હતું. સવારે 3 વાગ્યા સુધીમાં, હોર્ડિંગની અંદર ફસાયેલા કુલ 86 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન 12 લોકોના મોત થયા છે. તે જ સમયે, 43 ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાં ઘણા લોકોની હાલત નાજુક છે. આ સિવાય 31 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

Advertisement

પરવાનગી વિના હોર્ડિંગ મૂકવામાં આવ્યું છે: BMC

આ ઘટના બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ એક નિવેદન જારી કરીને કહ્યું કે બિલબોર્ડ તેમની પરવાનગી વગર બનાવવામાં આવ્યું છે. BMC અનુસાર, તે જગ્યાએ ચાર હોર્ડિંગ્સ હતા અને તે તમામ ACP (વહીવટ) દ્વારા પોલીસ કમિશનર (રેલ્વે મુંબઈ) દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. હોર્ડિંગ્સ લગાવતા પહેલા એજન્સી/રેલ્વે દ્વારા BMC પાસેથી કોઈ પરવાનગી/NOC લેવામાં આવી ન હતી.

Advertisement

એજન્સીને નોટિસ

BMCએ હોર્ડિંગ્સ લગાવનાર એજન્સીને નોટિસ પાઠવી હતી. નિવેદનમાં, BMCએ કહ્યું કે તે 40x40 ચોરસ ફૂટના મહત્તમ કદના હોર્ડિંગ્સને મંજૂરી આપે છે. જો કે, જે ગેરકાયદે હોર્ડિંગ પડી ગયું તેનું કદ 120x120 ચોરસ ફૂટ હતું.

પોલીસે કંપની વિરુદ્ધ FIR નોંધી

પોલીસે બિલબોર્ડ મેન્યુફેક્ચરિંગ એજન્સી મેસર્સ ઇગો મીડિયા અને તેના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પંત નગર પોલીસ સ્ટેશનમાં હોર્ડિંગ માલિક ભાવેશ ભીંડે અને અન્ય વિરુદ્ધ IPCની કલમ 304, 338, 337 હેઠળ કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.

હોર્ડિંગ્સનું ઓડિટ થશેઃ સીએમ શિંદે

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વાવાઝોડાના કારણે થયેલા વિનાશનું નિરીક્ષણ કરવા ઘાટકોપર વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે અધિકારીઓને ઘણી સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે લોકોને બચાવવા એ અમારી પ્રાથમિકતા છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. મેં સંબંધિત અધિકારીઓને મુંબઈમાં આવા તમામ હોર્ડિંગ્સનું ઑડિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો----- મુંબઈમાં મુશળધાર વરસાદ વચ્ચે પત્તાની જેમ હોર્ડિંગ્સ થયા ઢેર, જુઓ આ ભયાનક Video

આ પણ વાંચો---- મુંબઈના વાતાવરણમાં પલટો, દિવસ દરમિયાન જોવા મળ્યું રાત્રિ જેવું દ્રશ્ય

Tags :
Advertisement

.