Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tejashwi Yadav: ‘ફક્ત ગુજરાતીઓ જ ઠગ...’ માનહાનિ કેસમાં કાલે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

Tejashwi Yadav: આરજેડી નેતા અને બિહારના પૂર્વ ડે. મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુજરાતીઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેજસ્વી યાદવી કહ્યું હતું કે, ‘ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે’. ઉલ્લેખનીય છે કે, આ વિાવાદાસ્પદ ટિપ્પણી મામેલે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો...
tejashwi yadav  ‘ફક્ત ગુજરાતીઓ જ ઠગ   ’ માનહાનિ કેસમાં કાલે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

Tejashwi Yadav: આરજેડી નેતા અને બિહારના પૂર્વ ડે. મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુજરાતીઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેજસ્વી યાદવી કહ્યું હતું કે, ‘ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે’. ઉલ્લેખનીય છે કે, આ વિાવાદાસ્પદ ટિપ્પણી મામેલે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદની અદાલતમાં તેજસ્વી યાદવ પર માનહાનીનો કેસ દાખલ થયો હતો. તેજસ્વી યાદવે સુપ્રીમ કોર્ટમાં કરેલી તેમની અરજીમાં ફરિયાદને રાજ્યની બહાર, ખાસ કરીને દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 29 જાન્યુઆરીના રોજ તેજસ્વી યાદવને તેમની કથિત ટિપ્પણી "ફક્ત ગુજરાતીઓ ઠગ હોઈ શકે છે" બયાનને પાછું ખેંચીને "યોગ્ય નિવેદન" દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેજસ્વી યાદવે 19 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં તેમની કથિત ‘ગુજરાતી ઠગ’ ટિપ્પણી પાછી ખેંચી હતી. આ કેસમાં જસ્ટિસ એએસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચ આવતીકાલે સવારે 10.30 વાગ્યે પોતાનો ચુકાદો આપશે.

તેજસ્વી યાદવે માર્ચ 2023 આપ્યું હતું વિવાદિત નિવેદન

ગુજરાત કોર્ટે ઓગસ્ટમાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 હેઠળ યાદવ સામે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને સ્થાનિક વેપારી અને કાર્યકર હરેશ મહેતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર તેને સમન્સ મોકલવા માટે પૂરતા કારણો મળ્યા હતા. ફરિયાદ પ્રમાણે તેજસ્વી યાદવે માર્ચ 2023 માં પટનાની અંદર મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, વર્તમાન સમયમાં માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે. વિવાદાસ્પદ ટિપ્પણીમાં તેમણે કહ્યું હતું કે, ‘જો તેઓ LIC કે બેંકોના પૈસા લઈને ભાગી જાય તો જવાબદાર કોણ?’ આ ટિપ્પણી કરીને તેમણે તમામ ગુજરાતીઓને બદમાન કર્યા હતા.જેથી તેમના વિરૂદ્ધ અમદાવાદ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ થયો હતો.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: BJP: રાજસ્થાનની બે રાજ્યસભા બેઠકના ઉમેદવાર જાહેર, 27 ફેબ્રુઆરીએ મતદાન

Advertisement
Tags :
Advertisement

.