Shimla : હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટની બસ પલટી, ડ્રાઈવર સહિત 4 લોકોના મોત, અનેક ઘાયલો
હિમાચલ પ્રદેશના શિમલા (Shimla) જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. જુબ્બ્લના ચેરી કેંચી વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. અહીં હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટની બસને અકસ્માત નડ્યો હતો. શિમલા (Shimla) જિલ્લામાં કૂદુ-દિલતારી રોડ પર શુક્રવારે વહેલી સવારે બસ પલટી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત સવારે લગભગ 6.45 વાગ્યે થયો જ્યારે હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC)ની બસ કુડ્ડુથી દિલતારી તરફ જઈ રહી હતી.
પોલીસે જણાવ્યું કે, બસમાં સાત લોકો સવાર હતા. શિમલા (Shimla)ના પોલીસ અધિક્ષક સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં બસ સવાર બિરમા દેવી અને ધન શાહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બસ ડ્રાઈવર કરમ દાસ અને કંડકટર રાકેશ કુમારનું હોસ્પિટલ લઇ જતા રસ્તામાં મોત થયું હતું. તેમણે કહ્યું કે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. HRTC ના મેનેજિંગ ડિરેક્ટર રોહન ચંદ ઠાકુરે જણાવ્યું હતું કે, "અકસ્માતની પ્રાથમિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે."
हिमाचल प्रदेश: शिमला जिले के जुब्बल के चोरी केंची इलाके में HRTC (हिमाचल सड़क परिवहन निगम) की बस के दुर्घटनाग्रस्त होने से चालक समेत 4 लोगों की मृत्यु हो गई। इस हादसे में 7 लोग घायल हैं।
तस्वीर 1: HRTC
तस्वीर 2-3: हिमाचल प्रदेश पुलिस pic.twitter.com/KoTmrQn6Ik— ANI_HindiNews (@AHindinews) June 21, 2024
બસના ડ્રાઈવર અને કંડકટર ઉપરાંત એક મહિલાનું મોત...
પોલીસે જાણકારી આપી છે કે, આ અકસ્માત હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા (Shimla)થી 90 કિમી દૂર થયો હતો. એક વળાંક પર બસે કાબુ ગુમાવ્યો પલટી મારી અને બીજા રસ્તા પર પહોંચી હતી. બસના ડ્રાઈવર અને કંડકટરનું પણ મોત થયું છે. બસ જુબ્બ્લ તહસીલના કુડ્ડુથી ગીલતાડી તરફ જઈ રહી હતી. આ બસ સવારે 6 વાગ્યે રૂટ પર શરૂ થઇ હતી., પરંતુ માત્ર ચાર કિલોમીટર પછી અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. આ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડકટર ઉપરાંત એક મહિલાનું પણ મોત થયું હતું.
હોસ્પિટલમાં બેના મોત...
આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્ય હતા, બેનું હોસ્પિટલ પહોંચતા જ મોત નીપજ્યું હતું. અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. ત્રણ લોકોને સારવાર માટે રોહરુ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. SDM રોહડુ ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો : HC એ કેજરીવાલની જામીન પર સ્ટે મૂક્યો, એક દિવસ પહેલા સ્પેશિયલ કોર્ટમાંથી મળ્યા હતા જામીન…
આ પણ વાંચો : NEET paper leak case : હવે ચિન્ટુ-પિન્ટુની એન્ટ્રી….
આ પણ વાંચો : Yoga Day 2024 : હિમાલયના બરફીલા શિખરોથી લઈને ગંગાના મેદાનો સુધી યોગનો ક્રેઝ…