Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Republic Day 2024 : અટારી-વાઘા બોર્ડર ‘બીટિંગ ધ રીટ્રીટ’ સમારોહનું આયોજન કરાયું... Video

ભારત આજે તેનો 75 મો ગણતંત્ર દિવસ (Republic Day 2024) ઉજવી રહ્યું છે. સવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો અટારી બોર્ડર પર ગેલેરીમાં પહોંચ્યા અને ત્રિરંગો લહેરાવવાની વિધિ કરી. આ સાથે દેશને પાકિસ્તાન સાથે જોડતી મહત્વની અટારી બોર્ડર પર ગણતંત્ર...
republic day 2024   અટારી વાઘા બોર્ડર ‘બીટિંગ ધ રીટ્રીટ’ સમારોહનું આયોજન કરાયું    video

ભારત આજે તેનો 75 મો ગણતંત્ર દિવસ (Republic Day 2024) ઉજવી રહ્યું છે. સવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો અટારી બોર્ડર પર ગેલેરીમાં પહોંચ્યા અને ત્રિરંગો લહેરાવવાની વિધિ કરી. આ સાથે દેશને પાકિસ્તાન સાથે જોડતી મહત્વની અટારી બોર્ડર પર ગણતંત્ર દિવસ (Republic Day 2024)ની શરૂઆત થઈ. આ દરમિયાન જવાનોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા. તે બાદ હાલમાં પંજાબના અમૃતસરમાં અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સેરેમની યોજાઈ હતી.

Advertisement

પ્રજાસત્તાક દિવસના અવસર પર પંજાબના અમૃતસરમાં અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, આ પહેલા ડીઆઈજી બોર્ડર રેન્જ સંજય ગૌર સવારે અટારી બોર્ડર પહોંચ્યા. જ્યાં તેમનું રેડ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે સૈનિકો સાથે હાથ મિલાવ્યા અને તેમને દિવસ માટે શુભકામનાઓ પાઠવી. આ દરમિયાન, તેમણે સૈનિકોને મીઠાઈઓ અને ફળોની ટોપલીઓ આપી અને તેમને દિવસ માટે શુભેચ્છા પાઠવી. આ સાથે તેમણે સરહદ પર ત્રિરંગો ધ્વજ લહેરાવીને પ્રજાસત્તાક દિવસની શરૂઆત કરી હતી.

Advertisement

આ પણ વાંચો : Republic Day : ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ગણતંત્ર દિવસની પરેડ પછી કહ્યું- ‘અમારા માટે એક મહાન સન્માન…’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.