"Rahul Gandhi નું નિવેદન જુઠ્ઠાણાનું પોટલું", CM યોગીએ કહ્યું - અયોધ્યામાં કરોડોનું વળતર અપાયું...
ઉત્તર પ્રદેશ (UP)ના CM યોગી આદિત્યનાથે સોમવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ અયોધ્યામાં વિસ્થાપિત લોકોને આપવામાં આવેલા વળતર લઈને સંસદમાં ખોટી રજૂઆત કરી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)નું નિવેદન યુપી અને અયોધ્યાને બદનામ કરવા માટે આપવામાં આવ્યું છે. રાહુલે ગૃહમાં ખોટું નિવેદન અત્યંત નિંદનીય અને શરમજનક છે. તેમણે કેહ્યું કે, અયોધ્યામાં વિવિધ વિકાસ કર્યો દરમિયાન વિસ્થાપિત થયેલા લોકોને વળતર તરીકે 1,733 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે.
CM યોગીએ કહ્યું કે, આપને બધાએ રાહુલ ગાંધી (Rahul Gandhi)ને લોકસભા ચૂંટણીમાં ખોટા અને ભ્રામક નિવેદનો આપતા જોયા છે. બંધારણનું ગળું દબાવનારાઓએ બંધારણ વિશે ભ્રામક નિવેદનો કરીને વિદેશી નાણાની મદદથી ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ નકલી બોન્ડ ભરીને ભારતની માતાઓ અને બહેનોને ગેરમાર્ગે દોરતા હતા. આજે ફરી તેમણે ખોટું નિવેદન આપ્યું છે, જે અત્યંત નીદ્ન્નીય અને શરમજનક છે.
हिंदू भारत की मूल आत्मा है। हिंदू सहिष्णुता, उदारता और कृतज्ञता का पर्याय है।
गर्व है कि हम हिंदू हैं!
मुस्लिम तुष्टिकरण की राजनीति में डूबी हुई, स्वयं को 'एक्सीडेंटल हिंदू' कहने वाली जमात के 'शहजादे' को यह बात भला कैसे समझ आएगी?
आपको विश्व के करोड़ों हिंदुओं से माफी मांगनी… pic.twitter.com/afktbxel9c
— Yogi Adityanath (@myogiadityanath) July 1, 2024
અયોધ્યાની ઓળખ કોને વંચિત કરી...
CM યોગીએ કહ્યું કે, બધા જાણે છે કે કોણે અયોધ્યાને તેની ઓળખથી વંચિત રાખ્યું છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) અને તેમના સાથીઓએ માત્ર અતોધ્યા નિર્વાસિત જ નથી કર્યું સરયુને લોહીમાં તરબોળ પણ કર્યું હતું. આજે જ્યારે અયોધ્યા તેની ભૂવ્યતા પુનઃસ્થાપિત કરી રહી છે અને સમગ્ર વિશ્વને આકર્ષિત કરી રહી છે ત્યારે કોંગ્રેસ તેને કેવી રીતે સારું માની શકે? કોંગ્રેસ જુઠ્ઠાણાનું પોટલું છે. સત્ય એ છે કે 1,733 કરોડ રૂપિયા અયોધ્યાના લોકોના માત્ર વળતર માટે જ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
हिंदू भारत का मूल समाज है, भारत की आत्मा है।
श्री राहुल गांधी का बयान सत्य से परे है, भारत की मूल आत्मा को लहूलुहान करने जैसा है... pic.twitter.com/LFHUTzlIfV
— Yogi Adityanath (@myogiadityanath) July 1, 2024
રાહુલના નિવેદનો સત્યથી પરે જૂઠાણાનું પોટલું છે...
તેમણે વધુમાં કહ્યું કે રામપથ, ભક્તિપથ, જન્મભૂમિ પથ હોય કે એરપોર્ટ, જેમની જમીન, દુકાનો અને મકાનો સામેલ હતા તેમને વળતર આપવામાં આવ્યું છે. જેની પાછળ દુકાન બાંધવા માટે જગ્યા હતી, તેમની દુકાનો બાંધવામાં આવી, જેમની પાસે જગ્યા નથી તેમને દુકાનો આપવાનું કામ બહુમાળી સંકુલ બનાવીને આગળ ધપાવવામાં આવ્યું. રાહુલના નિવેદનો સત્યથી પરે જૂઠાણાનું પોટલું છે. આ યુપી અને અયોધ્યાને બદનામ કરવાનું ષડયંત્ર છે. આ ભારત અને અયોધ્યાની છબીને કલંકિત કરવાની માનસિકતાનો એક ભાગ છે, જે આ આકસ્મિક હિંદુઓ આઝાદી પછીથી સતત કરતા આવ્યા છે.
श्री राहुल गांधी का बयान झूठ का एक पुलिंदा है, उत्तर प्रदेश और श्री अयोध्या धाम को बदनाम करने की साजिश है...
इसका जवाब समय आने पर श्री अयोध्या धाम और देश की जनता कांग्रेस पार्टी व इंडी गठबंधन को देगी। pic.twitter.com/sWygrJx48d
— Yogi Adityanath (@myogiadityanath) July 1, 2024
અયોધ્યામાં વળતર આપવામાં આવ્યું...
- અયોધ્યા એરપોર્ટ માટે રૂ. 952.39 કરોડનું વળતર
- અયોધ્યા બાયપાસ (રિંગ રોડ) માટે રૂ. 295 કરોડનું વળતર
- રામ જન્મભૂમિ પથ માટે 14.12 કરોડ રૂપિયાનું વળતર
- ભક્તિપથ માટે રૂ. 23.66 કરોડનું વળતર
- રામપથ માટે રૂ. 114.69 કરોડનું વળતર
- પંચકોસી પરિક્રમા માર્ગ માટે રૂ. 29 કરોડનું વળતર
- ચૌધકોસી પરિક્રમા માર્ગ માટે રૂ. 119.20 કરોડનું વળતર
- રૂદૌલી-રોજાગાંવ રેલ્વે સ્ટેશનના સેન્ટ્રલ રેલ્વે ડબલીંગના બાંધકામ માટે રૂ. 35.03 લાખનું વળતર
- NH 330 A ના બાંધકામ માટે રૂ. 163.90 કરોડનું વળતર
- NH 227 B ના પેકેજ 3 હેઠળ રૂ. 21.09 કરોડનું વળતર
- અત્યાર સુધીમાં 21,548 લોકોને વળતર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીના હિંદુઓ પર નિવેદન બાદ હવે સંત સમાજમાં પણ નારાજગી
આ પણ વાંચો : MAHARASHTRA : ભારતની જીતનો જશ્ન મનાવતા લોકો પર જીવલેણ હુમલો, ઘરમાં ઘૂસી માર્યો ઢોર માર!
આ પણ વાંચો : Rajasthan Accident : ભયાનક અકસ્માતમાં 2 બાળકો સહિત 9ના મોત