Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાહુલ ગાંધી આજથી શરૂ કરશે ‘Bharat Jodo Nyaya Yatra’, આ રહી વિગતો...

Bharat Jodo Nyaya Yatra: રાહુલ ગાંધી મણિપુરના થોબલ જિલ્લાથી લઈને મુંબઈ સુધી 6,200 કિલોમીટરની બે મહિનાની લાંબી યાત્રાની શરૂઆત કરવાના છે. મળતી વિગતો પ્રમાણે આ યાત્રા આજે બપોરે 12 વાગે ખોગજોમ યુદ્ધ સ્મારકથી શરૂ કરવામાં આવશે. જો કે, પહેલા આ...
રાહુલ ગાંધી આજથી શરૂ કરશે ‘bharat jodo nyaya yatra’  આ રહી વિગતો

Bharat Jodo Nyaya Yatra: રાહુલ ગાંધી મણિપુરના થોબલ જિલ્લાથી લઈને મુંબઈ સુધી 6,200 કિલોમીટરની બે મહિનાની લાંબી યાત્રાની શરૂઆત કરવાના છે. મળતી વિગતો પ્રમાણે આ યાત્રા આજે બપોરે 12 વાગે ખોગજોમ યુદ્ધ સ્મારકથી શરૂ કરવામાં આવશે. જો કે, પહેલા આ યાત્રાની શરૂઆત મણિપુરની રાજધાની ઈન્ફાલથી શરૂ કરવાની હતી.પરંતુ વિગતો પ્રમાણે અત્યારે મણિપુરમાં માહોલ ભારે તણાવનો ચાલી રહ્યો છે. જેથી લઈને ત્યાની સરકારે પણ આ યાત્રા કરવાનાં પરવાનગી આપી નહોતી.

Advertisement

ભારત જોડો યાત્રાનું નામ બદલવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના આ બીજી ‘ભારત જોડો’ આજથી શરૂ થવાની છે. જોકે આ યાત્રાના અત્યારે Bharat Jodo Nyaya Yatra નામ આપવામાં આવ્યું છે. આ પહેલા કરેલી યાત્રામાં તેનું નામ ભારત જોડો યાત્રા રાખવામાં આવ્યું હતું અને તે કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી થઈ હતી. પહેલી યાત્રા દક્ષિણથી ઉત્તર તરફ કરવામાં આવી હતી. જ્યારે આ યાત્રા પૂર્વથી પશ્ચિમ બાજૂ થવાની છે. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ યાત્રા મણિપુરવા થોબલ જિલ્લાથી શરૂ થવાની છે.

67 દિવસ ચાલશે આ ભારત જોડો યાત્રા

મળતી વિગતો પ્રમાણે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે આ ભારત જોડો યાત્રાને લીલી ઝંડી આપશે. આ યાત્રા કુલ 67 દિવસમાં 15 રાજ્યોના 110 જિલ્લામાં પહોચ્યા બાદ 20-21 માર્ચે મુંબઈમાં પૂર્ણ કરવામાં આવશે. વિગતો પ્રમાણે આ યાત્રામાં કોંગ્રેસના કાર્યકર્તા અને સમર્થકો આ યાત્રામાં ચાલતા નહીં, થોડા લોકો ચાલીને પછી અન્ય લોકો બસ દ્વારા યાત્રામાં જોડાવાના છે.

Advertisement

આ પણ વાંચો: શું છે 14 જાન્યુઆરીની HISTORY ? જાણો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ

રાહુલ ગાંધીની કુલ 6,200 કિલોમીટરની આ બીજી Bharat Jodo Nyaya Yatra બે મહિના સુધી ચાલશે. રવિવારે બપોરે 12 વાગે ખોગજોમ યુદ્ધ સ્મારકથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે.

Advertisement

‘ભારત જોડો યાત્રાનો હેતુ વોટનો નથી’: કોંગ્રેસ

શનિવારે પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે મણિપુરમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહની સાથે પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. મણિપુર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કિશમ મેઘચંદ્રસિંહ પણ હાજર રહ્યા હતા. પ્રેસ કોન્ફ્રેન્સમાં જયરામે કહ્યું હતું કે, કોંગ્રેસની આ નિષ્પક્ષ યાત્રા મોદી શાસનના 10 વર્ષની અન્યાયને ધ્યાનમાં લઈને રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે, ‘આ યાત્રા એક રાજકીય પક્ષનો કાર્યક્રમ છે, પરંતુ તેનો હેતુ આદર્શોને ધ્યાનમાં રાખીને છે ના કે, વોટ માટે!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.