Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પિતાની પુણ્યતિથિ પર ભાવુક થયા રાહુલ ગાંધી, કહ્યું- 'પાપા, તમે પ્રેરણા બનીને મારી સાથે છો'

આજે એટલે કે 21 મે, 2023ના રોજ ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની 32મી પુણ્યતિથિ છે. આ અવસર પર દરેક લોકો તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પ્રેમભર્યો સંદેશ લખીને તેમના દિવંગત પિતાને...
પિતાની પુણ્યતિથિ પર ભાવુક થયા રાહુલ ગાંધી  કહ્યું   પાપા  તમે પ્રેરણા બનીને મારી સાથે છો

આજે એટલે કે 21 મે, 2023ના રોજ ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની 32મી પુણ્યતિથિ છે. આ અવસર પર દરેક લોકો તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પ્રેમભર્યો સંદેશ લખીને તેમના દિવંગત પિતાને શ્રદ્ધાંજલિ આપી છે. પોતાના પિતાની વિવિધ પળોનો વીડિયો શેર કરતા રાહુલે હિન્દીમાં ટ્વીટ કર્યું, 'પાપા તમે હંમેશા મારી સાથે, યાદોમાં, પ્રેરણા તરીકે છો'

Advertisement

આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. PM એ ટ્વિટમાં લખ્યું, 'હું પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું' આ પહેલા રવિવારે સવારે રાહુલ ગાંધીએ તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમના 32માં જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી.

Advertisement

તમને જણાવી દઈએ કે, રાજીવ ગાંધીએ 1984માં તેમની માતા અને તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ કોંગ્રેસની કમાન સંભાળી હતી. તેઓ 40 વર્ષની ઉંમરે ભારતના સૌથી યુવા વડાપ્રધાન બન્યા. તેમણે ઓક્ટોબર 1984માં પદ સંભાળ્યું અને 2 ડિસેમ્બર 1989 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી. પરંતુ 21 મે, 1991 નો દિવસ કોઈ ભૂલી શકે નહીં જ્યારે તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન લિબરેશન ટાઈગર્સ ઑફ તમિલ ઈલમ (LTTE)ના આત્મઘાતી બોમ્બર દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ક્રૂરતાનો એક ભયાનક કિસ્સો, નરાધમોએ બળાત્કાર બાદ બનાવ્યો MMS, પોલીસે તપાસ શરૂ કરી

Tags :
Advertisement

.