Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi નું જનમેદનીને સંબોધન! કહ્યું કે, ‘કાશી સર્વ જ્ઞાનની રાજધાની છે’

PM Modi Varanasi Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના વારાણસીના પ્રવાસે છે. પીએમ મોદી અત્યારે અનેક કાર્યક્રમોને સંબોધિત કરતા 13,000 થી પણ વધુ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા માટે વારાણસી પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી કાલે...
pm modi નું જનમેદનીને સંબોધન  કહ્યું કે  ‘કાશી સર્વ જ્ઞાનની રાજધાની છે’

PM Modi Varanasi Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના વારાણસીના પ્રવાસે છે. પીએમ મોદી અત્યારે અનેક કાર્યક્રમોને સંબોધિત કરતા 13,000 થી પણ વધુ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા માટે વારાણસી પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી કાલે રાત્રે મોડી વારાણસી આવ્યા હતાં અને શિવપુર-ફુલવરિયા-લહરતારા માર્ગનું નિરીક્ષણ પણ કર્યું હતું. આજે વડાપ્રધાન સંત ગુરુ રવિદાસના જન્મસ્થળની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ પૂજા કરશે અને દર્શન કરશે. આ પછી તેઓ સંત ગુરુ રવિદાસની 647મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.

Advertisement

કાશીનો વિકાસ આખા ભારત માટે ગૌરવની વાતઃ વડાપ્રધાન

પ્રધાનમંત્રીએ જનમેદનીને સંબોધિત કરતા કહ્યું કે, કાશી તો સર્વવિદ્યાની રાજધાની છે, આજે કાશીએ રીતે સામર્થ્યવાન થઈને વિકસિત થઈ રહ્યું છે કે, તે આખા ભારત માટે ગૌરવની વાત છે.’ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીના ભરપૂર્ણ વખાણ કર્યા હતા. વધુમાં કહ્યું કે, ‘યુવાશક્તિ એ વિકસિત ભારતનો આધાર છે. હું વારાણસીમાં કાશી એમપી સંસ્કૃત સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહને સંબોધિત કરી રહ્યો છું.’

ભારતની સમૃદ્ધિની ગાથા આખા વિશ્વમાં થતી: પીએમ મોદી

વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘એક સમય એવો હતો ત્યારે ભારતની સમૃદ્ધિની ગાથા આખા વિશ્વમાં થતી હતી. આ પહેલા ભારત માત્ર આર્થિક રીતે મજબૂત નહોતું, આની પાછળ આપણી સાંસ્કૃતિક સમૃદ્ધિ તેમજ સામાજિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ હતી.’ સંબોધિનમાં આગળ પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘આખા વિશ્વના ખુણે ખુણેથી જ્ઞાન, શોધ અને શાંતિની શોધમાં લોકો કાશી આવે છે. અહીં કાશીમાં દરેક પ્રાંત, દરેક ભાષા, દરેક બોલી, દરેક રિવાજ અને દરેક જાતિના લોકો આવીને વસ્યા છે. જે સ્થાને આવી વિવિધતા હોય તે સ્થાને હંમેશા નવા વિચારોનો જન્મ થાય છે.’

Advertisement

પ્રધાનમંત્રીએ ભાષણમાં સંસ્કૃત ભાષા વિશે પણ વાત કરી

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, આપણા જ્ઞાન, વિજ્ઞાન અને આધ્યાત્મના વિકાસમાં જે ભાષાઓનું સૌથી મોટૂં યોગદાન રહ્યું છે, તે ભાષામાં સંસ્કૃત પ્રમુખ છે. ભારત એક વિચાર છે. અને સંસ્કૃત તેની પ્રમુખ અભિવ્યક્તિ છે. ભારત એક યાત્રા છે અને સંસ્કૃત તેના ઈતિહાસનો પ્રમુખ અધ્યાય છે. ભારત વિવિધતામાં એક્તાની ભૂમિ છે, સંસ્કૃત તેનું મૂળ છે.’

Advertisement

કાશીમાં અત્યારે વિકાસનું ડમરૂ વાગે છેઃ PM Modi

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં કાશી જે પણ વિકાસ કર્યો છે, કાશીની સંપૂર્ણ જાણકારી આજે જે બે બુક લોન્ચ કરવામાં આવી છે તેમાં મળી રહેશે. છેલ્લા 10 વર્ષોમાં કાશીને જે પણ વિકાસ યાત્રા ખેડી છે, તેના દરેક પડાવ અને સંસ્કૃતિનું વર્ણન આ બુકમાં મળી રહેશે.’ વધુમાં કહ્યું કે, અમે બધા તો માત્ર નિમિત્ત છીએ, કાશીમાં વિકાસ તો મહાદેવે કર્યો છે. જ્યા મહાદેવની કૃપા થઈ જાય તે ધરતી આમેય સંપન્ન થઈ જાય છે. કાશીમાં અત્યારે વિકાસનું ડમરૂ વાગી રહ્યું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.