Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi 1લી જુલાઈએ "રાષ્ટ્રીય સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન-2047"નો પ્રારંભ કરાવશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી 1લી જુલાઇએ “રાષ્ટ્રીય સીક્લ સેલ એનિમિયા નાબૂદી મિશન-૨૦૪૭”નો મધ્યપ્રદેશ ખાતેથી પ્રારંભ કરાવશે. રાષ્ટ્રવ્યાપી સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સમગ્ર દેશને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધશે. રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટાસડા ગામના હેલ્થ...
pm modi 1લી જુલાઈએ  રાષ્ટ્રીય સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન 2047 નો પ્રારંભ કરાવશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી 1લી જુલાઇએ “રાષ્ટ્રીય સીક્લ સેલ એનિમિયા નાબૂદી મિશન-૨૦૪૭”નો મધ્યપ્રદેશ ખાતેથી પ્રારંભ કરાવશે. રાષ્ટ્રવ્યાપી સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સમગ્ર દેશને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધશે. રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટાસડા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Advertisement

14 જિલ્લાઓમાં કાર્યક્રમ યોજાશે

અંબાજીથી ઉમરગામના આદિવાસી ક્ષેત્રના મુખ્ય 14 જિલ્લાઓના વિવિધ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્ય સરકારના વિવિધ મંત્રીશ્રી સ્થાનિક સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, પદાધિકારીઓ , અધિકારીઓ ઓનલાઇન માધ્યમથી આ કાર્યક્રમ નિહાળશે.

Advertisement

2047 સુધીમાં સીકલસેલ એનિમિયા નાબૂદીનો લક્ષ્યાંક

દેશ આઝાદીના સુવર્ણકાળમા પ્રવેશે એટલે કે વર્ષ 2047 સુધીમાં સમગ્ર દેશમાંથી સીકલસેલ એનિમિયા નાબૂદીનો લક્ષ્યાંક છે. આ મિશન અંતર્ગત દેશના 0 થી 40 ની વયના અંદાજીત 7 કરોડ જેટલા લોકોનું આ અભિયાન અંતર્ગત સ્ક્રીનીંગ કરવામાં આવશે. જેમાં આ સીકલસેલ એનિમિયા ડિટેક્ટ થતા તેઓની સારવાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Advertisement

  • ગુજરાતમાં પણ 14 જિલ્લાઓમાં સીકલસેલ એનિમિયા નાબૂદી અભિયાનનો પ્રારંભ થશે. રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ખાસ કરીને આ મિશન અંતર્ગત વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે.

2006 માં મિશનનો ગુજરાતમાં પ્રારંભ

અત્રે ઉલ્લેખનીય છે કે, સીકલસેલ એનિમિયા એ વારસાગત હિમોગ્લોબીનની ખામીને કારણે થતું જોવા મળે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2006 માં સીકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો ગુજરાતમાં પ્રારંભ કર્યો હતો. જેના અંતર્ગત રાજ્યમાં ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

નિયમિતપણે સ્ક્રીનીંગ

રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં આદિજાતી વસ્તીમાં સીકલસેલ એનિમિયાના નિદાન માટે નિયમિત પણે સ્ક્રીનીંગ કરવામાં આવે છે. અત્યારસુધીમાં આશરે 97 લાખ આદિજાતી વસ્તીનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 7.11 લાખથી વધુ સીક્લસેલ ટ્રેઇટ અને 31 હજાર જેટલા સિક્લસેલ ડીસીઝ શોધી કાઢીને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.

  • અત્રે મહત્વની બાબત એ પણ છે કે, વર્ષ 2006 થી ગુજરાતમાં કાર્યરત સીકલસેલ એનિમિયા નાબૂદી મિશન હેઠળની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ વર્ષ 2011 માં ગુજરાતને પ્રધાનમંત્રી એક્સલએન્સ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો :  અચાનક હાર્ટ એટેક આવવા પાછળનું કારણ છે બ્રુગાડા સિન્ડ્રોમ, જાણો શું છે BRUGADA SYNDROME

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.