Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Passport of India: જાણો કયા દેશ પાસે છે વિશ્વનો સૌથી મજબૂત પાસપોર્ટ, ભારતના આંકડા તો...

Passport of India: વિશ્વમાં કયા દેશના પાસપોર્ટની કેટલી તાકાત છે તેનું યાદી આવી ગઈ છે. આ યાદીમાં ભારત દેશનું કઈ ખાસ પ્રદર્શન રહ્યું નથી. ભારતના પાસપોર્ટની રેંકિંગમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્તમાનમાં જાહેર થયેલ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 પ્રમાણે વાત...
passport of india  જાણો કયા દેશ પાસે છે વિશ્વનો સૌથી મજબૂત પાસપોર્ટ  ભારતના આંકડા તો

Passport of India: વિશ્વમાં કયા દેશના પાસપોર્ટની કેટલી તાકાત છે તેનું યાદી આવી ગઈ છે. આ યાદીમાં ભારત દેશનું કઈ ખાસ પ્રદર્શન રહ્યું નથી. ભારતના પાસપોર્ટની રેંકિંગમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્તમાનમાં જાહેર થયેલ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 પ્રમાણે વાત કરીએ તો, ભારતનો નંબર 85 થઈ ગયો છે. આ સાથે દુનિયાના સૌથી મજબૂત પાસપોર્ટની વાત કરીએ તો તે ફ્રાન્સ પાસે છે. ઘણા દેશો દ્વારા વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત છતાં રેન્કિંગમાં ઘટાડો આશ્ચર્યજનક છે. આ યાદીમાં 199 પાસપોર્ટનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે.

Advertisement

2023 માં ભારતનું સ્થાન 84 નંબરે હતું

ફ્રાન્સે આ લિસ્ટમાં પહેલું સ્થાન મેળવ્યું છે. ફ્રાન્સના પાસપોર્ટની તાકાત એટલી છે કે, આ દેશના લોકો 194 દેશમાં વિઝા વિના જઈ શકે છે. 2023 ના રિપોર્ટની વાત કરવામાં આવે તો ત્યારે ભારતનું સ્થાન 84 નંબરે હતું જે ઘટની 2024 માં 85 નંબરે આવ્યું છે. જો કે, 2023 ની સરખામણીમાં ભારતના લોકો બધુ પાંચ દેશોમાં વિઝા વિના ફરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2023 માં 57 દેશમાં ભારતના લોકો વિઝા વિના જઈ શકતા હતા જ્યારે 2024 ની વાત કરવામાં આવે તો હવે 62 દેશમાં વિઝા વિના જઈ શકે છે. ઈરાન, મલેશિયા અને થાઈલેન્ડે હવે ભારતીય લોકોને વિઝા વિના પ્રવેશ આપવાની જાહેરાત કરી છે.

6 દેશો પાસે વિશ્વના સૌથી વધુ મજબૂત પાસપોર્ટ

વિશ્વના અન્ય પાવરફુલ પાસપોર્ટના વાત કરવામાં આવે તો 6 દેશો પાસે વિશ્વના સૌથી વધુ મજબૂત પાસપોર્ટ છે. જેમાં જાપાન, સ્પેન, ફ્રાન્સ, ઈટલી અને જર્મની સામેલ છે. આ રેન્કિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેટા પર આધારિત છે. પાડોશી દેશ પાકિસ્તાન વિશ્વનો ચોથો સૌથી નબળો પાસપોર્ટ ધરાવે છે. પાકિસ્તાનના પાસપોર્ટની રેન્કિંગ 106 છે. જ્યારે બાંગ્લાદેશ આ વર્ષે 101 થી 102 પર પહોંચી ગયું છે. જ્યારે માલદીવ 58માં સ્થાને છે, જેના નાગરિકો વિઝા વિના 96 દેશોની મુલાકાત લઈ શકે છે.

Advertisement

અમેરિકાના પાસપોર્ટમાં પણ આવ્યો સુધાર

રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો ચીનના પાસપોર્ટમાં થોડો સુધાર આવ્યો છે. ચીન 2023 માં 66 નંબર પર હતું જે વધીને 2024 માં 64 માં નંબર પર આવી ગયું છે. આ સાથે સાથે અમેરિકાના પાસપોર્ટ રેન્કિંગમાં પણ સુધારો જોવા મળ્યો છે. અગાઉ તે 7મા સ્થાને હતું. 2024ના હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં અમેરિકા હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. અમેરિકનો 189 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.

આ પણ વાંચો: Flight: તોફાની હવા અને હિમવર્ષા વચ્ચે ડગમગાઈ ફ્લાઈટ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી

Advertisement

Tags :
Advertisement

.