Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP ના રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ, અમિત શાહ આજે કોંગ્રેસ વિરુદ્ધ ઠરાવ લાવશે

National convention of BJP: દિલ્હીમાં ભારત મંડપમ્ માં 17 ફેબ્રુઆરીથી ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે. આજે આ અધિવેશનનો બીજો દિવસ છે. આ અધિવેશન દરમિયાન સૌથી પહેલા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પરિષદની બેઠક મળવાની છે. ઉલ્લેખનીય છે કે, તેમાં ભાજપ...
bjp ના રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ  અમિત શાહ આજે કોંગ્રેસ વિરુદ્ધ ઠરાવ લાવશે

National convention of BJP: દિલ્હીમાં ભારત મંડપમ્ માં 17 ફેબ્રુઆરીથી ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે. આજે આ અધિવેશનનો બીજો દિવસ છે. આ અધિવેશન દરમિયાન સૌથી પહેલા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પરિષદની બેઠક મળવાની છે. ઉલ્લેખનીય છે કે, તેમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ડેપ્યૂટી મુખ્યમંત્રી હાજર રહેવાના છે.

Advertisement

આ બેઠકમાં અનેકવિધ ચર્ચાઓ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, આ અધિવેશન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા ઉપસ્થિત રહેશે. આ બેઠક દરમિયાન આગામી 2024 ની લોકસભાની ચૂંટણી અંગે અને રાજ્ય સરકારોની ચાલી રહેલી યોજનાઓ અંગે ચર્ચા થશે. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહ આજે વધુ એક પ્રસ્તાવ રજૂ કરશે. જેમાં કોંગ્રેસ અને I.N.D.I. ગઠબંધન પર ચર્ચા થશે. બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસઃ અમિત શાહ આજે કોંગ્રેસ વિરુદ્ધ ઠરાવ લાવશે, PM મોદીના ભાષણ સાથે આ બેઠકનું સમાપન કરવામાં આવશે.

Advertisement

જેપી નડ્ડાએ જૈન મુનિ વિદ્યાસાગરને શ્રદ્ધાંજલી આપી

અમિત શાહ પહેલા જેપી નડ્ડા સંમેલનના પહેલા દિવસે આભાર વ્યકત કર્યો હતો. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 10 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધિઓ, પાર્ટીની અત્યાર સુધીની સફર અને આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. આજની બેઠક શરૂ થાય તે પહેલા જેપી નડ્ડાએ જૈન મુનિ વિદ્યાસાગરને શ્રદ્ધાંજલી આપી અને આ દરમિયાન વડાપ્રધાન સહિત હજારો કાર્યકરોએ 2 મિનિટ સુધી મૌન પાળ્યું હતું.

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે સંમેલનના પહેલા દિવસે ખેડૂતો પર ચર્ચા કરી હતી.તેમણે કહ્યું કે એનડીએ સરકારે અગાઉની કેન્દ્ર સરકારો કરતા ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કર્યું છે. છેલ્લા દસ વર્ષમાં આ સરકારે ખેડૂતોના હિતમાં ઘણું કર્યું છે. ખેડૂતોને ખાતર પાછળ સૌથી વધુ ખર્ચ કરવો પડે છે. આપણા દેશમાં યુરિયાની એક થેલી 300 રૂપિયા પ્રતિ બેગમાં મળે છે, જ્યારે આજે વિશ્વભરમાં યુરિયાની એક થેલીની કિંમત 3,000 રૂપિયા છે. 2014 પહેલા કૃષિ ક્ષેત્રને 25,000 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવતું હતું. જોકે, ત્યારપછી તે વધીને રૂ. 1,25,000 કરોડ થઈ ગયું છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Kamalnath: મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની કમર તૂટશે, કમલનો થશે ‘નાથ’ પરિવાર!

Tags :
Advertisement

.