Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NIA : આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી, જૈશ-એ-મોહમ્મદના ટોચના આતંકીની મિલકતો જપ્ત...

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા ટોચના આતંકવાદીની સાત સ્થાવર મિલકતો જપ્ત કરી છે. કાશ્મીરના પુલવામા જિલ્લાના કિસરીગામ ખાતે 19 મરલા અને 84 ચોરસ ફૂટ જમીન સહિત આતંકવાદી સરતાજ અહેમદ મન્ટુની મિલકતો બુધવારે UA(P)...
nia   આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી  જૈશ એ મોહમ્મદના ટોચના આતંકીની મિલકતો જપ્ત

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા ટોચના આતંકવાદીની સાત સ્થાવર મિલકતો જપ્ત કરી છે. કાશ્મીરના પુલવામા જિલ્લાના કિસરીગામ ખાતે 19 મરલા અને 84 ચોરસ ફૂટ જમીન સહિત આતંકવાદી સરતાજ અહેમદ મન્ટુની મિલકતો બુધવારે UA(P) એક્ટ, 1967 ની કલમ 33(1) હેઠળ NIA ના વિશેષ આદેશ પર જપ્ત કરવામાં આવી હતી.

Advertisement

સરતાજની 31 જાન્યુઆરી 2020 ના રોજ ધરપકડ કરાઈ...

સરતાજની 31 જાન્યુઆરી 2020 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેના પાસેથી ઘણા હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. તેની સામે 27 જુલાઈ 2020 ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને તે હાલમાં આર્મ્સ એક્ટ, IPC, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ, UA(P) એક્ટ અને ઇન્ડિયન વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ, 1933 ની સંબંધિત કલમો હેઠળ ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. તેની સાથે JeM ના પાંચ સહ-આરોપી સભ્યો પણ છે. તે નવા ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને કાશ્મીર ઘાટીમાં પહોંચાડવામાં સામેલ હતો.

Advertisement

ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા...

એક કેસ (RC-02/2020/NIA/JMU) માં ભારત વિરોધી એજન્ડા સાથે સુરક્ષા દળો/ઉપકરણો પર આતંકવાદી હુમલા કરવાના ષડયંત્રથી સંબંધિત મામલામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. મૌલાના મસૂદ અઝહર દ્વારા 2000 માં તેની રચના થઈ ત્યારથી JeM એ જમ્મુ અને કાશ્મીર સહિત ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓ કર્યા છે.

આ પહેલા પણ અન્ય એક આતંકીની સ્થાવર મિલકત કપ્ત કરી હતી...

જૈશને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ઠરાવ (UNSC) 1267 દ્વારા નિયુક્ત વિદેશી આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું અને જૂથના નેતા મૌલાના મસૂદ અઝહરને 2019 માં UNSC દ્વારા વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. માત્ર એક સપ્તાહ પહેલા જ NIA એ જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ઓપરેટિવ્સ સામેની કાર્યવાહીના ભાગરૂપે કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના અન્ય ટોચના આતંકવાદીની છ સ્થાવર મિલકતો જપ્ત કરી હતી.

Advertisement

આ પણ વાંચો : UP : 10 વર્ષ પહેલા જે અશક્ય હતું તે હવે શક્ય બન્યું, SP એ પછાત વર્ગો સાથે છેતરપિંડી કરી છે – PM મોદી

આ પણ વાંચો : Delhi ના BJP કાર્યાલયમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મળવ્યો. કોઈ જાનહાની નહીં

આ પણ વાંચો : UP : PM મોદીએ ભદોહીમાં SP પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- પહેલા માફિયા રાજ ચાલતું હતું પરંતુ હવે…

Tags :
Advertisement

.