Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NEET Paper Leak : NTA ઓફીસમાં NSUI ના કાર્યકર્તાઓએ કર્યો હોબાળો, તાળું લગાવ્યું...!

માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ રાજકીય પક્ષો અને તેમના કાર્યકરો પણ NEET-UG પેપર લીક કેસને લઈને દેશભરમાં હોબાળો મચાવી રહી છે. ગુરુવારે, ભારતીય યુવા કોંગ્રેસે મેડિકલ પ્રવેશ પરીક્ષા 'NEET-UG' માં કથિત ગોટાળા સામે વિરોધ કર્યો અને વિદ્યાર્થીઓ માટે ન્યાય અને...
neet paper leak   nta ઓફીસમાં nsui ના કાર્યકર્તાઓએ કર્યો હોબાળો  તાળું લગાવ્યું

માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ રાજકીય પક્ષો અને તેમના કાર્યકરો પણ NEET-UG પેપર લીક કેસને લઈને દેશભરમાં હોબાળો મચાવી રહી છે. ગુરુવારે, ભારતીય યુવા કોંગ્રેસે મેડિકલ પ્રવેશ પરીક્ષા 'NEET-UG' માં કથિત ગોટાળા સામે વિરોધ કર્યો અને વિદ્યાર્થીઓ માટે ન્યાય અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. હદ ત્યારે થઇ જ્યારે કોંગ્રેસની વિદ્યાર્થી શાખા નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI)ના કાર્યકરો સહિત લગભગ 100 લોકોની ભીડ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની દિલ્હી ઓફિસમાં ઘૂસી ગઈ હતી. NTA ઓફિસની બહારથી રેકોર્ડ કરવામાં આવેલો એક વીડિયો પર પ્રકાશમાં આવ્યો છે, જેમાં ઘણા યુવા કાર્યકર્તાઓ ગલીમાંથી NTA બિલ્ડિંગ તરફથી અંદર આવતા જોવા મળે છે. NEET-UG પેપર લીક કેસમાં સરકારે કેસ CBI ને સોંપી દીધો છે અને બિહારમાંથી બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

કાર્યકરો પર પોલીસનો લાઠીચાર્જ!

બીજી તરફ યુથ કોંગ્રેસનું કહેવું છે કે પોલીસે તેના નેતાઓ અને કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા. સંસ્થાના પ્રમુખ શ્રીનિવાસ બી.વી. એ કહ્યું કે. "NEET પરીક્ષામાં ગોટાળો એ 24 લાખ વિદ્યાર્થીઓનો વિશ્વાઘાત નથી પરંતુ દેશની મેડિકલ સિસ્ટમ અને દેશના ભવિષ્ય સાથે પણ વિશ્વાસઘાત છે." આજે દેશમાં એવી કોઈ પરીક્ષા નથી જેમાં ધાંધલ ધમાલ ન હોય. વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર આ સરકાર વિશે 'એકવાર ફરીથી લીકેજ સરકાર' તરીકે લખવાનું શરૂ કર્યું છે. તેમણે માંગ કરી હતી કે NEET પરીક્ષા રદ કરીને ફરીથી આયોજિત કરવી જોઈએ અને ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવું જોઈએ.

Advertisement

CBI એ 2 આરોપીઓની કરી છે ધરપકડ...

ગુરુવારે પેપર લીક કેસની તપાસ કરી રહેલી CBI એ પ્રથમ ધરપકડ કરી હતી. એજન્સીએ મનીષ કુમાર અને આશુતોષની ધરપકડ કરી હતી, જેમણે કથિત રીતે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર પહોંચાડ્યું હતું. CBI ના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, કુમારે વિદ્યાર્થીઓની ખાલી સ્કૂલોમાં લઇ જવાની સુવિધા આપી હતી, જ્યાં તેમને લીક થયેલું પ્રશ્નપત્ર યાદ રાખવા માટે આપવામાં આવ્યું હતું. જ્યારે આશુતોષે રહેવાની વ્યવસ્થા કરી હતી. ગયા સોમવારે જ્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમના સાંસદ તરીકે શપથ લઇ રહ્યા હતા, ત્યારે વિપક્ષી દળોએ NEET અને 'શરમ કરો'ના નારા લગાવતા તેમને ઘેરી લીધા હતા. શિક્ષણ મંત્રી પ્રધાને કહ્યું છે કે સરકાર લીક થયેલા પ્રશ્નપત્રના મુદ્દાને ગંભીરતાથી લઇ રહી છે અને ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે.

આ પણ વાંચો : Bridge Collapse : બિહારમાં બ્રિજ તૂટવાનો સિલસિલો યથાવત, 10 દિવસમાં ચોથો બ્રિજ થયો ધરાશાયી…

Advertisement

આ પણ વાંચો : JDU ના નેતાનું મોટું નિવેદન, કહ્યું- ‘નીતિશ કુમાર ન હોત તો BJP ઝીરો પર આઉટ થતી…!’

આ પણ વાંચો : Mother Viral Video: કળિયુગી માએ… 2 વર્ષના બાળકને સિગારેટ અને દારૂ પીવડાવ્યો, જુઓ વિડીયો

Tags :
Advertisement

.