Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

2024 માટે BJP નો ફૂલપ્રુફ પ્લાન તૈયાર, NDA ની મળશે મહત્વની બેઠક

આગામી લોકસભા ચૂંટણી (loksabha election)ને લઈને નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ની બેઠક પહેલા ભારે રાજકીય ઉત્તેજના જોવા મળી રહી છે. ભાજપ (BJP)ના પાન ઈન્ડિયા પ્રોજેક્ટની પ્રથમ ઝલક 18મી જુલાઈએ યોજાનારી એનડીએ (NDA)ની બેઠકમાં જોવા મળશે. એનસીપીનું અજિત પવાર જૂથ, શિવસેનાના શિંદે...
2024 માટે bjp નો ફૂલપ્રુફ પ્લાન તૈયાર  nda ની મળશે મહત્વની બેઠક
આગામી લોકસભા ચૂંટણી (loksabha election)ને લઈને નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ની બેઠક પહેલા ભારે રાજકીય ઉત્તેજના જોવા મળી રહી છે. ભાજપ (BJP)ના પાન ઈન્ડિયા પ્રોજેક્ટની પ્રથમ ઝલક 18મી જુલાઈએ યોજાનારી એનડીએ (NDA)ની બેઠકમાં જોવા મળશે. એનસીપીનું અજિત પવાર જૂથ, શિવસેનાના શિંદે જૂથ સાથે આ બેઠકમાં ભાગ લઈ શકે છે. આ સાથે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ પાસવાન)ના વડા ચિરાગ પાસવાનની ફરી એકવાર NDAમાં પરત ફરે તેવા સંકેતો મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા નિત્યાનંદ રાય રવિવારે (9 જુલાઈ) ના રોજ પટનામાં ચિરાગ પાસવાનને મળ્યા હતા.
ચિરાગ પાસવાનને અધિકૃત કરવામાં આવ્યા
રવિવારે એલજેપી (રામ વિલાસ)ના નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં ગઠબંધન અંગે નિર્ણય લેવા માટે ચિરાગ પાસવાનને અધિકૃત કરવામાં આવ્યા હતા. એલજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામવિલાસ અરુણ કુમારે કહ્યું કે, ચિરાગ જે પણ નિર્ણય લેશે, પાર્ટી તેને સ્વીકારશે. તેમણે ચિરાગ પાસવાનને કેન્દ્રીય મંત્રી બનાવવાની અટકળો પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
એનસીપી વતી પ્રફુલ્લ પટેલ બેઠકમાં હાજરી આપશે
NCPના અજિત પવાર જૂથ વતી પ્રફુલ્લ પટેલ NDAની બેઠકમાં હાજરી આપી શકે છે. બળવાના થોડા દિવસો પહેલા, શરદ પવારે તેમને સુપ્રિયા સુલે સાથે NCPના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા.
એનડીએમાં પ્રવેશી શકે છે આ પાર્ટીઓ!
એક અહેવાલ મુજબ, ભાજપ નેતૃત્વએ કર્ણાટકમાં જનતા દળ (એસ), ઉત્તર પ્રદેશમાં ઓમ પ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી અને બિહારમાં વિકાસ ઈન્સાન પાર્ટી (વીઆઈપી)ના મુકેશ સાહનીને ગઠબંધનમાં લાવવાનો નિર્ણય કર્યો છે. .
બિહારમાં નવો દાવ
બિહારમાં પ્રભાવશાળી દલિત નેતા જીતનરામ માંઝી પહેલા જ એનડીએમાં સામેલ થઈ ચૂક્યા છે. આ પછી મુકેશ સાહની સાથે સકારાત્મક વાતચીત અને હવે ચિરાગની વાપસી સાથે, બિહારમાં ભાજપ ઉચ્ચ જાતિ અને બિન-યાદવ અને બિન-કુર્મી ઓબીસી જાતિઓનું ગઠબંધન તૈયાર કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે પાર્ટીએ કર્ણાટકમાં વર્ચસ્વ ધરાવતા વોક્કાલિગા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી JDS સાથે જવાનો સંકેત આપ્યો છે, જે દર્શાવે છે કે પાર્ટી નિખાલસતા સાથે આગળ વધી રહી છે.
તેલુગુ દેશમ પાર્ટી અને શિરોમણિ અકાલી દળ પણ પરત ફરી શકે
આ સિવાય પાર્ટી તેના બે ભૂતપૂર્વ સહયોગી તેલુગુ દેશમ પાર્ટી અને શિરોમણિ અકાલી દળ સાથે પણ ચર્ચામાં છે. ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ ગયા મહિને જ જેપી નડ્ડા અને અમિત શાહને મળ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.