Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Plane Crash: મિઝોરમમાં મ્યાનમારનું આર્મી વિમાન થયું ક્રેશ, 6 લોકો ઘાયલ

Plane Crash: લેંગપુઈ હવાઈ મથક પર મ્યાનમાર સેનાનું એક વિમાન ક્રેશ થયું છે. મળતી વિગતો પ્રમાણે આ દૂર્ઘટનામાં છ લોકો ઘાયલ થયા છે. આ વિમાનમાં પાયલોટ સાથે 14 લોકો સવાર હતા. આ મામલે વિગતો આપતા મિઝોરમના ડીજીપીએ કહ્યું કે, આ...
plane crash  મિઝોરમમાં મ્યાનમારનું આર્મી વિમાન થયું ક્રેશ  6 લોકો ઘાયલ

Plane Crash: લેંગપુઈ હવાઈ મથક પર મ્યાનમાર સેનાનું એક વિમાન ક્રેશ થયું છે. મળતી વિગતો પ્રમાણે આ દૂર્ઘટનામાં છ લોકો ઘાયલ થયા છે. આ વિમાનમાં પાયલોટ સાથે 14 લોકો સવાર હતા. આ મામલે વિગતો આપતા મિઝોરમના ડીજીપીએ કહ્યું કે, આ દૂર્ઘટનામાં ઘાયલોને લેંગપુઈ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ દૂર્ઘટનામાં છ લોકો ઘાયલ થયા

ઉલ્લેખનીય છે કે, સેનાનું આ વિમાન મંગળવારે મિઝોરમના લેંગપુઈ હવાઈ મથક પરથી સરકી ગયું હતું. આ વિમાનને સૈનિકોને પાછા લાવવા માટે મોકવામાં આવ્યું હતું જેણે પોતાના દેશમાં વિદ્રોહી જૂથની મુશ્કેલીઓ વચ્ચે પૂર્વોત્તર રાજ્યમાં આશરો લીધો હતો. ત્યારે આ સૈનિકોને તેમના દેશ પાછા મોકવવામાં આવી રહ્યા હતા.

આસામ રાઈફલ્સના અધિકારીએ આની પુષ્ટિ કરી

આ મામલે મીડિયા રિપોર્ટ પ્રમાણે, લેંગપુઇ ખાતેનો ટેબલ ટોપ રનવે જે એક પડકારરૂપ લેન્ડિંગ વિસ્તાર તરીકે ઓળખાય છે તે ઘટનાનું કારણ હતું. ભારતે સોમવારે 184 મ્યાનમાર સૈનિકોને તેમના દેશ પાછા મોકલી દીધા જેઓ થોડા સમય પહેલા જાતિય અથડામણ વચ્ચે થયેલા ગોળાબારથી મિઝોરમમાં આવી ગયા હતા. આસામ રાઈફલ્સના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ગત સપ્તાહે મ્યાનમારના કુલ 276 સૈનિકો પૂર્વોત્તર રાજ્યમાં પ્રવેશ્યા હતા.

Advertisement

વિમાનમાં પાયલોટ સાથે 14 લોકો સવાર હતા

મિઝોરમના એક અધિકારીઓ આ મામલે કહ્યું કે, વિમાન નાનું હતુ માટે તેમાં પાયલોટ સાથે 14 લોકો સવાર હતા. જેમાંથી 6 લોકો ઘાયલ થયા છે જ્યારે બીજા સુરક્ષીત છે. મળતી વિગતો પ્રમાણે અત્યાર સુધી મ્યાનમારના 635 સૈનિક મિઝોરમ ભાગી આવ્યા હતા. જ્યારે આમાંથી 359 જેટલા સૈનિકને પહેલા જ પોતાના દેશ મોકલી દેવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: યુગાંડાના અર્થતંત્રમાં ભારતીયોનો મોટો ફાળો, રાષ્ટ્રપતિએ કર્યા વખાણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.