Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MUMBAI POLICE : આ છે ભારતની વિજય પરેડના અસલી MAN OF THE MATCH, વાંચો અહેવાલ

MUMBAI POLICE : WEST INDIES માં T20 WORLDCUP માં ચેમ્પિયન બન્યા બાદ ભારતની ટીમ મુંબઈ પહોંચી હતી. મુંબઈમાં ભારતીય ટીમના ખેલાડીઓના સ્વાગત માટે હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. ત્યાર બાદ ભારતીય ટીમના ખેલાડીઓની મુંબઈના રસ્તાઓ ઉપર ભવ્ય વિજય યાત્રા નીકળી...
mumbai police   આ છે ભારતની વિજય પરેડના અસલી man of the match  વાંચો અહેવાલ

MUMBAI POLICE : WEST INDIES માં T20 WORLDCUP માં ચેમ્પિયન બન્યા બાદ ભારતની ટીમ મુંબઈ પહોંચી હતી. મુંબઈમાં ભારતીય ટીમના ખેલાડીઓના સ્વાગત માટે હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. ત્યાર બાદ ભારતીય ટીમના ખેલાડીઓની મુંબઈના રસ્તાઓ ઉપર ભવ્ય વિજય યાત્રા નીકળી હતી. આ વિજય યાત્રા એટલી અદભૂત હતી કે, તેનો ભાગ બનવા માટે જાણે આખું મુંબઈ જ રસ્તા ઉપર આવી ગયું હતું. આ વિશાળ જનમેદનીમાં એક ઘટના સામે આવી હતી. આ વિજય યાત્રા દરમિયાન એક મહિલાની તબિયત લથડી હતી. મોટી ભીડને કારણે તે શ્વાસ લઈ શકતી ન હતી અને તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. આવી પરિસ્થિતિમાં આખરે મુંબઈ પોલીસ સામે આવી હતી. MUMBAI POLICE ના એક જવાને આ મહિલાનો જીવ બચાવ્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

Advertisement

MUMBAI POLICE એ કરી પ્રશંસા

આપણે સૌએ ભારતીય ટીમની વિજય યાત્રાના દ્રશ્યો જોયા છે, જેમાં આપણને હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. આ ભીડમાં એક મહિલાની તબિયત લથડી હતી. મોટી ભીડને કારણે તે શ્વાસ લઈ શકતી ન હતી અને તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. આવા સમય દરમિયાન મુંબઈ પોલીસના એક જવાન દ્વારા તે મહિલાનો જીવ બચાવવામાં આવ્યો હતો. સૈયદ સલીમ પિંજારી તે મહિલાણે પોતાના ખભા ઉપર હોસ્પિટલ સુધી લઈ ગયો હતો. ત્યાર બાદ મહિલાણે યોગ્ય સારવાર મળતા તેનો જીવ બચ્યો હતો. સૈયદ સલીમ પિંજારીની આ બહાદુરીના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. ભીડમાંથી મહિલાને બચાવવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કારણ કે લાખોની ભીડમાં તે સમયે સલીમે હીરોની જેમ પોતાની ફરજ બજાવતા મહિલાને ભીડમાંથી બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો હતો. મુંબઈ પોલીસે પણ સઈદ સલીમના વખાણ કર્યા છે.

Advertisement

મને MUMBAI POLICEનો ભાગ હોવાનો ગર્વ છે - સૈયદ સલીમ પિંજારી

આ પોલીસકર્મીએ મીડિયા સાથે મહિલાને બચાવવા અંગે કહ્યું હતું કે, તેઓ મરીન ડ્રાઈવ પર ફરજ પર હતા ત્યારે લાખોની ભીડમાં અચાનક એક મહિલાની હાલત ખરાબ થવા લાગી. મારી નજર તેના પર પડતાં જ મેં સમય બગાડ્યા વિના તેને ત્યાંથી ઉપાડ્યો. મારો એક મિત્ર, એક કોન્સ્ટેબલ, પણ મારી સાથે હતો. કોઈક રીતે તેને ભીડમાંથી બહાર કાઢીને એવી જગ્યાએ લઈ જવામાં આવ્યો જ્યાં તે યોગ્ય રીતે શ્વાસ લઈ શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે - આ પછી અમે તે મહિલાને પાણી અને બિસ્કિટ આપ્યા. ધીમે ધીમે તે મહિલાને હોશ આવવા લાગ્યો અને સામાન્ય થવા લાગી. પોલીસકર્મીએ અંતમાં જણાવ્યું હતું કે, આ બધું અમારી તાલીમનું પરિણામ છે કે હું ફરજ પર હતી ત્યારે એક મહિલાનો જીવ બચાવી શકી. મને મુંબઈ પોલીસનો ભાગ હોવાનો ગર્વ છે.

આ પણ વાંચો : RAJASTHAN : શાળામાં શિક્ષિકાએ દારૂના નશામાં મચાવ્યો હોબાળો, પ્રિન્સિપલને કોલર પકડી ધકેલ્યા સ્કૂલની બહાર

Advertisement

Tags :
Advertisement

.