Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદી અમેરીકા પહોંચતા જ માઈક્રોનના પ્રોજેક્ટને મળી લીલીઝંડી, ગુજરાતમાં આ સ્થળે લાગશે પ્લાન્ટ

અમેરિકાની ચિપમેકર કંપની માઈક્રોન ટેક્નોલોજી ભારતમાં રોકાણ કરે તેવા એંધાણો વર્તાઈ રહ્યાં હતા અને હવે આખરે તેને મંજૂરી મળી ગઈ છે. PM નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકા પહોંચતા જ સમાચાર આવ્યા છે કે ભારતમાં કેબિનેટે માઈક્રોનના (Microns) 2.7 અબજ ડોલર...
pm મોદી અમેરીકા પહોંચતા જ માઈક્રોનના પ્રોજેક્ટને મળી લીલીઝંડી  ગુજરાતમાં આ સ્થળે લાગશે પ્લાન્ટ

અમેરિકાની ચિપમેકર કંપની માઈક્રોન ટેક્નોલોજી ભારતમાં રોકાણ કરે તેવા એંધાણો વર્તાઈ રહ્યાં હતા અને હવે આખરે તેને મંજૂરી મળી ગઈ છે. PM નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકા પહોંચતા જ સમાચાર આવ્યા છે કે ભારતમાં કેબિનેટે માઈક્રોનના (Microns) 2.7 અબજ ડોલર એટલે કે 22 હજાર કરોડ રૂપિયાના સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે.

Advertisement

આ પ્લાન્ટ ગુજરાતના (Gujarat) સાણંદ ખાતે સ્થાપવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ માઇક્રોન $1 બિલિયનનું રોકાણ કરશે તેવા અહેવાલો સામે આવ્યા હતા, જે $2 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર આ પ્લાન્ટ માટે માઈક્રોનને PLI તરીકે 1.34 અબજ ડોલર એટલે કે 11 હજાર કરોડ રૂપિયા આપશે.

કેમ જરૂરી હતી કેબિનેટની મંજુરી

Advertisement

સુત્રો અનુસાર PLI ના પેકેજને જોતા કેબિનેટની મંજૂરી જરૂરી હતી. માઈક્રોનની યોજના અગાઉ જાણ કરવામાં આવી હતી પરંતુ કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવી ન હતી. માઈક્રોનના પ્રવક્તા અને ભારત સરકારના ટેક્નોલોજી મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. મંગળવારથી શરૂ થયેલી તેમની મુલાકાત દરમિયાન, મોદી ફેડએક્સ અને માસ્ટરકાર્ડ સહિત અનેક ટોચની US કંપનીઓના CEO ને મળશે અને 22 જૂને વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન કરશે.

Advertisement

ભારતમાં રોકાણનો અમેરીકન સરકારનો આગ્રહ

US એડમિનિસ્ટ્રેશન અધિકારીઓએ અગ્રણી મડિયા હાઉસને જણાવ્યું હતું કે, માઈક્રોન ટેક્નોલોજીની યોજના એવા સમયે સામે આવી છે જ્યારે વ્હાઇટ હાઉસ અમેરિકન ચિપ કંપનીઓ પર ભારતમાં રોકાણ કરવા માટે દબાણ કરી રહ્યું છે. અન્ય એક અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે બિડેન ઈચ્છે છે કે, સ્થાનિક કંપનીઓ ચીનમાં વેપાર કરવાનું જોખમ ઘટાડે, જ્યારે અમેરિકી અર્થવ્યવસ્થાને વિશ્વની સૌથી મોટી લોકશાહી સાથે વધુ સારી રીતે સાંકળી લે. બિડેન વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં રોકાણ કરવાનું વિચારી રહેલી US કંપનીઓની સંખ્યાથી વ્હાઇટ હાઉસ ઘણુ ઉત્સાહિત છે.

  • જ્યારે બીજી તરફ ચીને મે મહિનામાં કહ્યું હતું કે, માઈક્રોન એક સિક્યોરિટિ રિવ્યૂમાં ફેલ રહ્યું છે અને મુખ્ય ડોમેસ્ટીક ઈન્ફ્રાના ઓપરેટર્સને US ની સૌથી મોટી મેમરી ચિપમેકરથી પ્રોડક્ટ ખરીદવા પર રોક લગાવી દીધી છે. જેનાથી બાઈડેન એડમિન ખુશ નથી. અમેરીકન વાણિજ્ય વિભાગ આના પર કંઈ જણાવવાનો ઈનકાર કરી દીધો છે.

સાણંદમાં સ્થપાશે પ્લાન્ટ

જાણકારો અનુસાર માઈક્રોનનું આ યૂનિટ ગુજરાતના સાણંદમાં સ્થાપિત કરવામાં આવશે. આવા યૂનિટ્સ સેમીકંડક્ટર ચિપ્સને ટેસ્ટ અને પેક કરે છે પણ તેનું પ્રોડક્શન નથી કરતા. માઈક્રોન પ્લાન્ટમાં કસ્ટમર્સ માટે ચિપની ખરીદી અને પેકિંગ કરી શકે છે કે અન્ય કંપનિઓ શિપિંગથી પહેલા ટેસ્ટિંગ માટે પોતાની ચિપ્સ મોકસી શકે છે. માઈક્રોનના ભારતનો પ્લાન્ટ ભારતના સેમીકંડક્ટર બેઝને મજબૂતી આપશે પણ વાસ્તવિક સફળતા માટે અહીં મેન્યૂફેક્ચરિંગ પણ ખુબ જરૂરી છે.

આ પણ વાંચો : જેક ડોર્સીના આરોપો અંગે એલોન મસ્કનો જડબાતોડ જવાબ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.