Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

West Bengal: મમતા બેનર્જીએ કરી વડાપ્રધાન સાથે મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા?

West Bengal: લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે પ્રચારો ચાલી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આજે સાંજે રાજભવનમાં વડાપ્રધાન સાથે મુલાકાત કરી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળમાં બે દિવસીય પ્રવાસ પર ગયા છે. મળતી વિગતો પ્રમાણે...
west bengal  મમતા બેનર્જીએ કરી વડાપ્રધાન સાથે મુલાકાત  જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

West Bengal: લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે પ્રચારો ચાલી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આજે સાંજે રાજભવનમાં વડાપ્રધાન સાથે મુલાકાત કરી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળમાં બે દિવસીય પ્રવાસ પર ગયા છે. મળતી વિગતો પ્રમાણે આજે રાત્રે રાજભવનમાં વિશ્રામ કરવાના છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુકાલાત સમગ્ર પ્રોટોકોલ પ્રમાણે જ કરવામાં આવી છે. પીએમ મોદી ત્યાં પહોંચ્યા પછી તરત જ બેનર્જીના કાફલો સાંજે 6 વાગ્યાની થોડી મિનિટો પહેલાં રાજભવનમાં પ્રવેશતા જોવામાં આવ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં, મમતા બેનર્જી નવી દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા હતા.

Advertisement

રાજ્યપાલ સીવી આનંદ બોઝ સાથે અલગથી મુલાકા કરી

ઉલ્લેખનીય છે કે, રાજભવન ખાતે મમતા બેનર્જીની બે બેઠકો યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતા પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યપાલ સીવી આનંદ બોઝ સાથે અલગથી મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ લગભગ 20 મિનિટ સુધી બેઠક યોજી હતી. સૂત્રોનું કહેવું છે કે, સંદેશખાલીને લઈને ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મમતા બેનર્જીની બેઠકમાં રાજ્યના લેણાંનો મુદ્દો આવી શકે છે. અગાઉ, રાજ્ય સરકારે સોમવારે લગભગ 30 લાખ મનરેગા કામદારોને રૂ. 2,700 કરોડના લેણાં ચૂકવવાનું શરૂ કર્યું, જે માર્ચ 2022 થી બાકી હતું. કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળના મનરેગાના લેણાંને રોકવાનું ભૂતકાળમાં રાજ્યમાં રાજકીય સંઘર્ષનું કેન્દ્રબિંદુ રહ્યું છે.

આ એક સૌજન્ય અને પ્રોટોકોલ બેઠક હતી

સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, આ એક સૌજન્ય અને પ્રોટોકોલ બેઠક હતી કારણ કે હજુ ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. આ કોઈ રાજકીય બેઠક નહોતી. અમારે જે કહેવું હશે તે જાહેરસભામાં કહીશું. મમતા બેનર્જી બંગાળની મીઠાઈ લઈને પીએમ મોદીને મળવા ગઈ હતી.

Advertisement

આ પણ વાંચો: Fake Currency: ઘરમાં જ ચાલતું હતું નકલી ચલણી નોટો છાપવાનું રેકેટ, ચીન સાથે હતું કનેક્શન!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement
Tags :
Advertisement

.