Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Elections : ECI એ પાંચ તબક્કાના મતદાનનો સંપૂર્ણ ડેટા જાહેર કર્યો, કહ્યું- દરેક મતની ગણતરી...

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections) માટે અત્યાર સુધીમાં કુલ પાંચ તબક્કાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને ચૂંટણી પંચે (ECI) તમામ પાંચ તબક્કાના મતદાનના આંકડા જાહેર કર્યા છે. પંચે કહ્યું કે મતગણતરી સાથે કોઈ છેડછાડ કરી શકે નહીં. દરેક...
lok sabha elections   eci એ પાંચ તબક્કાના મતદાનનો સંપૂર્ણ ડેટા જાહેર કર્યો  કહ્યું  દરેક મતની ગણતરી

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections) માટે અત્યાર સુધીમાં કુલ પાંચ તબક્કાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને ચૂંટણી પંચે (ECI) તમામ પાંચ તબક્કાના મતદાનના આંકડા જાહેર કર્યા છે. પંચે કહ્યું કે મતગણતરી સાથે કોઈ છેડછાડ કરી શકે નહીં. દરેક મત ગણાય છે. પંચે કહ્યું કે ફોર્મ 17C દ્વારા મતદાનના દિવસે તમામ ઉમેદવારોના પોલિંગ એજન્ટો સાથે શેર કરાયેલા મતના આંકડામાં કોઈ ફેરફાર કરી શકશે નહીં. કમિશને કહ્યું કે વોટર ટર્નઆઉટ એપ પર ઉમેદવારો અને નાગરિકો માટે વોટિંગ ડેટા હંમેશા 24x7 ઉપલબ્ધ રહે છે. પંચે ચૂંટણી પ્રક્રિયાને વિકૃત કરવાની અને ખોટી વાર્તાઓ ઘડવાની પેટર્નની નોંધ લીધી છે.

Advertisement

પ્રથમ તબક્કો

  • મતદાનની ટકાવારી : 66.14 ટકા
  • કુલ મતદારો : 16 કરોડ 63 લાખ 86 હજાર 344
  • મતદાનઃ : 11 કરોડ 52 હજાર 103

બીજો તબક્કો

  • મતની ટકાવારી : 66.71 ટકા
  • કુલ મત : 15 કરોડ 86 લાખ 45 હજાર 484
  • પડેલા મત : 10 કરોડ 58 લાખ 30 હજાર 572

ત્રીજો તબક્કો

  • મતદાનની ટકાવારી : 65.68 ટકા
  • કુલ મત : 17 કરોડ 24 લાખ 4 હજાર 907
  • મતદાનની ટકાવારી : 11 કરોડ 32 લાખ 34 હજાર 676

ચોથો તબક્કો

  • મતદાનની ટકાવારી : 69.16 ટકા
  • કુલ મત : 17 કરોડ 70 લાખ 75 હજાર 629
  • પડેલા મત : 12 કરોડ 24 લાખ 69 હજાર 319

પાંચમો તબક્કો

  • મતદાનની ટકાવારી : 62.20 ટકા
  • કુલ મત : 8 કરોડ 95 લાખ 67 હજાર 973
  • પડેલા મત : 5 કરોડ 57 લાખ 10 હજાર 618

મતદાન કેન્દ્રવાર મતદાન ટકાવારીના આંકડા જાહેર કરવાની માંગ...

વિરોધ પક્ષો સતત માંગ કરી રહ્યા હતા કે ચૂંટણી પંચે (ECI) જણાવવું જોઈએ કે અંતિમ કુલ મતમાંથી કેટલા મત પડ્યા છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જ્યાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક બિન-સરકારી સંસ્થા (NGO)ની અરજીને ફગાવી દીધી હતી, જેણે ચૂંટણી પંચ (ECI)ને તેની વેબસાઇટ પર મતદાન કેન્દ્ર મુજબના મતદાન ટકાવારી ડેટા અપલોડ કરવા માટે નિર્દેશ આપવા વિનંતી કરી હતી. કોર્ટે કહ્યું કે ચૂંટણી દરમિયાન "વ્યવહારિક અભિગમ" અપનાવવો જોઈએ.

Advertisement

આ પણ વાંચો : Haryana : ધારાસભ્ય રાકેશ દૌલતાબાદનું અવસાન, 45 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ…

આ પણ વાંચો : Chhattisgarh માં વધુ એક અથડામણ, સુરક્ષા દળોએ એક નક્સલીને ઠાર માર્યો, હથિયારો અને દારૂગોળો જપ્ત…

Advertisement

આ પણ વાંચો : Patanjali : રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે ફોજદારી કેસ દાખલ કરવાની મંજૂરી

Tags :
Advertisement

.