Lok sabha 2024: વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી! ખર્ચાયા 1350000000000000
Lok sabha 2024: લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું. કેટલાક લોકો ખુશ થયા તે કેટલાકને પરિણામ રાસ નથી આવ્યું! સ્વાભાવિક છે કે, અનેક પાર્ટીઓ ચૂંટણી લડી રહી હતી. જેમાંથી બીજેપીને 240 બેઠકો પર જીત મળી છે, તો સામે કોંગ્રેસને 99 બેઠકો પર જીત મળી છે. પરંતુ અહીં વાત એ છે કે, આખરે આ ચૂંટણીં ખર્ચો કેટલો થયો? રાજકીય પાર્ટીએ દેશમાં ચૂંટણી લડવા માટે કેટલા પૈસા વહાવ્યા છે? તેને ભારતની લોકસભા ચૂંટણીને વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી કહેવામાં આવે છે. કારણે કે, ભારતની લોકસભા ચૂંટણીમાં એક બે હજાર કરોડનો ખર્ચો નથી થતો! આપણી આ ચૂંટણીમાં નેતાઓએ લોકોને પોતાના તરફ ખેંચવા માટે પાણીને જેમ પૈસા વહાવ્યા છે.
ચૂંટણી પાછળ રાજકીય પાર્ટીઓએ વહાવી પૈસાની નદીઓ
તમને જણાવી દઇએ કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતની રાજકીય પાર્ટીઓને કુલ 1 લાખ 35 હજાર કરોડનો ખર્ચો કર્યો છે. નોંધનીય છે કે, વિશ્વના કોઈ પણ દેશમાં ચૂંટણી પાછળ આટલો ખર્ચે કરવામાં નથી આવતો. એક ભારત જ એવો દેશ છે જ્યા ચૂંટણી પાછળ પાણીની જેમ પૈસા વહાવવામાં આવે છે. વિગતે વાત કરાવવામાં આવે તો ભારતમાં 543 લોકસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં 1 બેઠક બિનહરીફ રહીં જ્યારે 542 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે 2019ની સરખામણીમાં અતિશય વધારે છે. નોંધનીય છે કે, 2019ની ચૂંટણીમાં 55થી 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે આ વખતે તે ખર્ચ વધીને બમણાં કરતા પણ વધારે થઈ ગયો છે.
2020 માં અમેરિકાએ ચૂંટણી પાછળ 1 લાખ 20 હજાર કરોડનો ખર્ચો હતા
વિશ્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધી અમેરિકામાં ચૂંટણી પાછળ સૌથી વધારે 1 લાખ 20 હજાર કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતે 2024ની લોકસભા ચૂંટણીમાં 1 લાખ 35 હજાર કરોડનો ખર્ચો થયો છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે, કેમ આખરે આટલો ખર્ચ કરવામાં આવે છે. એક વાત એ પણ સ્પષ્ટ કરવી જરૂરી છે કે, આ કોઈ એક પક્ષ કે પાર્ટી દ્વારા કરવામાં આવેલો ખર્ચ નથી. લોકસભા ચૂંટણીમાં ભાગ લીધેલી તમામ રાજકીય પાર્ટીઓએ મળીને આટલો ખર્ચ કર્યો છે. તો તેના માટે કોઈ એક પાર્ટીને દોષ આપવો યોગ્ય નથી.
1951 ની પ્રતિ મતદાતાનો ખર્ચ માત્રને માત્ર 6 પૈસા થયો હતો
વિગતે વાત કરવામાં આવે તો ભારતના ચૂંટણી પંચના 23 માર્ચ 2024ના જણાવેલી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો ભારતમાં 6 રાષ્ટ્રીય પક્ષો, 57 રાજ્ય પક્ષો અને 2,764 અમાન્ય પક્ષો છે. પરંતુ લોકસભા ચૂંટણીમાં રાજ્યપક્ષો મોટા ભાગે ઓછો ભાગ લેતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રમુખ પાર્ટીઓ દ્વારા વિસ્તારના લોકોને રિઝવવા માટે, બેનરો માટે, હોડિંગ્સ માટે અને પ્રચાર માટે ખર્ચ કરવામાં આવતો હોય છે. ભારતની પ્રથમ લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો 1951 માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે પ્રતિ મતદાતાનો ખર્ચ માત્રને માત્ર 6 પૈસા જ થયો હતો. જે અત્યારે હજારોમાં પહોંચી ગયો છે.