Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kuwait Fire : કુવૈતથી એર્નાકુલમ પહોંચ્યા 45 ભારતીયના મૃતદેહ...

કુવૈત (Kuwait) મંગાફ વિસ્તારમાં ગુરુવારે એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 49 લોકોના મોત થયા છે. આગની ઘટનામાં જીવ ગુમાવનારા 45 ભારતીય કામદારોના મૃતદેહ કેરળના એર્નાકુલમ શહેરમાં લાવવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાનું એક સ્પેશિયલ પ્લેન 45 ભારતીયોના મૃતદેહ...
kuwait fire   કુવૈતથી એર્નાકુલમ પહોંચ્યા 45 ભારતીયના મૃતદેહ

કુવૈત (Kuwait) મંગાફ વિસ્તારમાં ગુરુવારે એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 49 લોકોના મોત થયા છે. આગની ઘટનામાં જીવ ગુમાવનારા 45 ભારતીય કામદારોના મૃતદેહ કેરળના એર્નાકુલમ શહેરમાં લાવવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાનું એક સ્પેશિયલ પ્લેન 45 ભારતીયોના મૃતદેહ લઈને આવ્યું છે. આ વિમાનમાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પણ હાજર હતા. એર્નાકુલમ પહોંચ્યા બાદ હવે આ પ્લેન સાંજે 4 વાગ્યે દિલ્હી લાવવામાં આવશે.

Advertisement

આ ઘટનાથી દુઃખી કેરળના લોકો - સુરેશ ગોપી

કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ એર્નાકુલમમાં 45 કામદારોના મૃતદેહના આગમન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ અમારું અંગત નુકસાન છે. આ ઘટનાથી મૃતકના પરિવારજનો સહિત કેરળના તમામ લોકો દુઃખી છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત તેની ભૂમિકા સારી રીતે નિભાવશે, કારણ કે અમને અકસ્માતના સમાચાર મળતા જ અમે પગલાં લેવાનું શરુ કર્યું છે. ભારત સરકાર યોગ્ય પગલાં લેશે અને પીડિત પરિવારોને યોગ્ય રાહત અને સહાય પૂરી પડશે.

Advertisement

શક્ય તમામ મદદની જાહેરાત...

ગુરુવારે થયેલા અકસ્માતના થોડા કલાકો બાદ ભારતના વિદેશ રાજ્ય મંત્રી કુવૈત (Kuwait) પહોંચ્યા હતા. તેમણે મૃતદેહોને જલ્દી ભારત લાવવા માટે કુવૈત (Kuwait)ના અધિકારીઓ સાથે સંકલન કર્યું હતું. ઘટના બાદ ભારતના વિદેશ રાજ્ય મંત્રી ઘાયલ પીડિતોને મળ્યા હતા. તે અકસ્માત સ્થળે પણ ગયા હતા. તેમણે પીડિતો અને મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદ કરવાની જાહેરાત કરી છે.

Advertisement

મૃત્યુ પામેલા લોકોમાંથી 23 કામદારો કેરળના હતા...

ભારતીય વાયુસેનાનું આ વિશેષ વિમાન અંતિમ સંસ્કાર માટે મૃતકોના મૃતદેહને ભારત લાવવામાં આવ્યું છે. આગમાં જીવ ગુમાવનારા ભારતીય કામદારોમાં 23 કેરળના, 7 તામિલનાડુના, 2-2 આંધ્રપ્રદેશ અને ઓડિશાના હતા. આ અકસ્માતમાં બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, પંજાબ, હરિયાણા, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના એક-એક મજૂરનું મોત થયું છે.

આ ભારતીયો NTBC કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતા હતા...

આગમાં જીવ ગુમાવનારા કામદારો કુવૈત (Kuwait)ની સૌથી મોટી કન્સ્ટ્રક્શન કંપની NBTC માં કામ કરતા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જે બિલ્ડીંગમાં આગ લાગી હતી તે પણ NBTC ની હતી. કેટલાક ભારતીય કામદારો તાજેતરમાં કામ માટે કુવૈત (Kuwait) આવ્યા હતા. ઘણા એવા હતા જેઓ કુવૈત (Kuwait)માં દાયકાઓથી રહેતા અને કામ કરતા હતા.

આ પણ વાંચો : Delhi : 15 કલાક પછી પણ ચાંદની ચોકની આગ ન ઓલવાઈ, કરોડોનો સામાન બળીને ખાખ Video

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ નહીં બચી શકે, 50 લોકોની કરવામાં આવી અટકાયત

આ પણ વાંચો : Maharashtra Politics : NCP અને BJP નેતાઓ વચ્ચે ઘર્ષણ, ભુજબળે RSS વિશે કહ્યું કંઇક આવું…

Tags :
Advertisement

.