Jammu and Kashmir : રિયાસી આતંકવાદી હુમલાને લઈને NIA એક્શનમાં, રાજૌરીમાં ઘણી જગ્યાએ દરોડા...
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ રવિવારે રિયાસી આતંકવાદી હુમલા કેસમાં જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના રાજૌરી જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIA દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દરોડા દરમિયાન વિવિધ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જેનાથી આતંકવાદીઓ અને તેમના સહયોગીઓ વચ્ચેના સંબંધોનો ખુલાસો થયો હતો. 9 જૂનની સાંજે રિયાસી જિલ્લાના પૌની વિસ્તારમાં શિવ ઘોડીથી કટરા જતી પેસેન્જર બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેના કારણે બસ નજીકમાં જ ખાડામાં પડી હતી અને એક બાળક સહિત 9 લોકોના મોત થયા હતા.
NIA એક્શનમાં છે...
NIA એ કહ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પર 15 જૂને તપાસ સંભાળનાર NIA એ 'હાઇબ્રિડ' આતંકવાદીઓ અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા પાંચ સ્થળોની શોધખોળ કરી. જેમાં કહેવામાં આવ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપી હકમ ખાન ઉર્ફે હકિન દીને આ જગ્યાઓની માહિતી આપી હતી. NIA ની તપાસ મુજબ હકમે આતંકીઓને સુરક્ષિત આશ્રયસ્થાન, લોજિસ્ટિક્સ અને ખોરાક પૂરો પાડ્યો હતો. તપાસ એજન્સીએ આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે જપ્ત સામગ્રીની તપાસ શરૂ કરી દીધી છે.
Reasi Terror Attack | The National Investigation Agency (NIA) on Sunday conducted searches at five locations linked with hybrid terrorists and Overground Workers (OGWs) in Rajouri district of Jammu & Kashmir in connection with the Reasi terrorist attack. The NIA seized various…
— ANI (@ANI) June 30, 2024
નોર્ધન આર્મી કમાન્ડરે મુલાકાત લીધી હતી...
26 જૂને જ ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમારે જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના રિયાસી જિલ્લાની મુલાકાત લીધી હતી અને વિસ્તારની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. 9 જૂને રિયાસીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે આર્મી કમાન્ડરની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ હતી.
હકમ દિનની 19 જૂને ધરપકડ કરવામાં આવી હતી...
આ કેસના સંબંધમાં, 24 જૂને, પોલીસે આતંકવાદીઓ વિશે પૂછપરછ માટે વધુ ત્રણ લોકોની અટકાયત કરી હતી. 19 જૂને પોલીસે હુમલામાં સામેલ આતંકવાદીઓને આશ્રય આપવા અને મદદ કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ 45 વર્ષીય હકમ દિન તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન દીને જણાવ્યું કે તેના ઘરમાં ત્રણ આતંકવાદીઓએ આશ્રય લીધો હતો અને તેના બદલામાં તેને 6000 રૂપિયા આપ્યા હતા. પોલીસે જણાવ્યું કે તેની પાસેથી આ રકમ મળી આવી છે. પોલીસે જણાવ્યું કે હુમલાના સંબંધમાં અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Uttarakhand : Kedarnath પાસે હિમપ્રપાત, શ્રદ્ધાળુઓ સ્તબ્ધ, Video Viral
આ પણ વાંચો : Maharashtra : Lonavala માં એક જ પરિવારના 5 લોકો પાણીમાં તણાયા, 2 ના મૃતદેહ મળ્યા…
આ પણ વાંચો : Bihar ને વિશેષ દરજ્જો આપવાને લઈને ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, NEET વિશે પણ કહી આ વાત…