Jammu and Kashmir : કબાટમાં બંકર અને ગુપ્ત દરવાજો, આ રીતે છુપાયા હતા આતંકીઓ, જુઓ Video
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સાથે જ ભારતીય સેનાના બે જવાન પણ શહીદ થયા હતા. આ ઓપરેશન દરમિયાન ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) પોલીસ અને CRPF સહિતની સયુંક્ત દળોએ આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણાને શોધીને તેને નષ્ટ કરી દીધો હતો.
તમને જણાવી દઈએ કે, આતંકવાદીઓના ગુપ્ત સ્થળ નો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઇને સમજી શકાય છે કે આતંકવાદીઓએ આ ઠેકાણું બનાવવા માટે કેટલી મહેનત કરી હતી અને તેને શોધવામાં કેટલી મુશ્કેલી પડી હશે. આતંકવાદીઓ દ્વારા આ રૂમની અંદરના કબાટના ડ્રોઅરની અંદર એક મોટી છૂપાવવાની જગ્યા બનાવવામાં આવી હતી જેથી જ્યારે પણ સુરક્ષા દળો તેમના પર દબાણ કરે ત્યારે તેઓ સરળતાથી અંદર છુપાઈ શકે અને કોઈને તેને વિશે ખબર પણ ન પડે.
Indian Army has discovered a new hideout of terrorists in Kulgam, Kashmir, where they used to hide.
See how a bunker has been built behind the cupboard in the house.#IndianArmy #KulgamEncounter#Kashmir #JammuKashmir #Kulgam pic.twitter.com/TUsWpQU4Qa
— विवेक सिंह नेताजी (@INCVivekSingh) July 7, 2024
એનકાઉન્ટરમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા...
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીર જિલ્લાના મોદરગામ ગામમાં આતંવાદીઓની હાજરીની માહિતી મળી હતી. જે બાદ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ સફરજનના ગીચ બગીચામાં સ્થિત એક મકાનમાં છુપાયેલા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું અને બંને તરફથી ફાયરિંગ શરૂ થયું હતું. એનકાઉન્ટર શરૂ થતાં જ સેનાના એક જવાનને ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અહીં, કુલગામના ફ્રિસલ ચિન્નીગામ વિસ્તારમાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે વધુ એક અથડામણ થઇ હતી. આ બંને જગ્યાએ ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 6 આતંકીઓ માર્યા ગયા અને બે જવાન શહીદ થયા હતા.
રાજૌરીમાં એક જવાન ઘાયલ...
રાજૌરી જિલ્લાના એક ગામમાં સુરક્ષા ચોકી પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, આતંકીઓએ સવારે લગભગ 4 વાગ્યે મંજકોટ વિસ્તારના ગલુથી ગામમાં આર્મી પોસ્ટ પર ગોળીબાર કર્યો, જેના પછી જવાનોએ જવાબી કાર્યવાહી કરી. આતંકવાદીઓ અને જવાનો વચ્ચે લગભગ અડધા કલાક સુધી ગોળીબાર થયો હતો, જેમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. આ દરમિયાન આતંકીઓ નજીકના જંગલમાં ભાગી ગયા હતા. આતંકીઓને શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Assam Floods : આસામમાં મોત બનીને આવ્યો વરસાદ! 78 લોકોએ જીવ ગુમાવ્યા…
આ પણ વાંચો : Mumbai Rain : ભારે વરસાદને કારણે મુંબઈ અસ્ત-વ્યસ્ત, રેલ્વેની હાલત ખરાબ, સ્કૂલો પણ બંધ…
આ પણ વાંચો : Puri Jagannath Rath Yatra : જગન્નાથ રથયાત્રામાં ભાગદોડના કારણે એકનું મોત, અનેક ઘાયલ…