Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jaipur Chemical Factory Fire : 12 કલાક પછી પણ નથી અપાયા મૃતદેહ, વિરોધ પ્રદર્શન સાથે કરાઈ આવી માંગણી

Jaipur Chemical Factory Fire : શનિવારે રાત્રે જયપુર ગ્રામીણ વિસ્તારના બૈનાડામાં શનિવાર સાંજે કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે આ આગમાં 6 મજૂરો જીવતા સળગી જવાથી મૃત્યુ પામ્યા હતા. આ સાથે આગમાં અન્ય...
jaipur chemical factory fire   12 કલાક પછી પણ નથી અપાયા મૃતદેહ  વિરોધ પ્રદર્શન સાથે કરાઈ આવી માંગણી

Jaipur Chemical Factory Fire : શનિવારે રાત્રે જયપુર ગ્રામીણ વિસ્તારના બૈનાડામાં શનિવાર સાંજે કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે આ આગમાં 6 મજૂરો જીવતા સળગી જવાથી મૃત્યુ પામ્યા હતા. આ સાથે આગમાં અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની માહિતી મેળવી હતી. જયપુરથી પહોંચેલી 9 ફાયર બ્રિગેડની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા જયપુર મોકલ્યા છે.

Advertisement

આગની ઘટનામાં 6 લોકો ભડથું થયા

વસ્સીના બૈનાડામાં આવેલી ફેક્ટરીમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમામે ફેક્ટરીમાં લાગેલી આગમાં પાંચ લોકોનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું જ્યારે એક વ્યક્તિનું મોડી રાત્રે હોસ્પિટમાં મોત થયું હતું. જેના પગલે અત્યારે મૃતકોના પરિવારજનો સહિત ગ્રામજનો ફેક્ટરીની બહાર વિરોધ પ્રદર્શન કરવા બેઠા છે. ઘટનાને 12 કલાક થયા છે પરંતુ હજુ સુધી પરિવારજનો મૃતકોના મૃતદેહ આપવામાં આવ્યા નથી.

50 લાખની સહાય અને સરકારી નોકરીની માંગણી

ઉલ્લેખનીય છે કે, પોલીસ અને વહીવટી અધિકારીઓ સતત સમજણ માટે વાતચીત કરી રહ્યા છે, પરંતુ ગ્રામજનો તેમની માંગ પર અડગ છે. ગ્રામજનોનું કહેવું છે કે ઘટનાના આરોપી ફેક્ટરીના માલિકની ધરપકડ કરીને કડકમાં કડક સજા કરવામાં આવે. આ સાથે મૃતકોના પરિવારજનોને 50 લાખની આર્થિક સહાય અને એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે. તેઓએ કહ્યું છે કે તેઓ મૃતદેહ લેશે નહીં અને જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રાખશે. સાવચેતીના ભાગરૂપે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ભારે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.

Advertisement

બે ઘાયલ મજૂરોને સારવાર માટે જયપુર મોકલ્યા

આ ઘટનાની વધુ વિગતે વાત કરવામાં આવે તો, આગ અને ધુમાડો જોઈ આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ઘટના અંગે ગ્રામજનોએ જાતે જ પોલીસને જાણ કરી હતી. ACP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે બે ઘાયલ મજૂરોને સારવાર માટે જયપુર મોકલ્યા છે. હાલ પોલીસે પાંચેય મૃતદેહોને પોતાના કબજામાં લીધા છે. ઘટના બાદ કારખાનેદાર ઘટનાસ્થળેથી ફરાર છે. ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાં કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે ફાયર સિસ્ટમનો અભાવ હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Chemical Factory Fire : જયપુરની એક કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, 6 લોકો થયા ભડથું

આ પણ વાંચો: Jammu-Kashmir and Ladakh : હિમવર્ષામાં ફસાયેલા લોકો માટે ભારતીય વાયુસેના બની ભગવાન

Advertisement
Tags :
Advertisement

.