Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝારખંડમાં Rahul Gandhi સામે જય શ્રીરામ અને મોદી-મોદીના નારા લાગ્યા

Rahul Gandhi: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ઝારખંડમાં પહોંચી છે. રાહુલ ગાંધી અત્યારે ઝારખંડના દેવધરમાં પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, ત્યાં જઈને તેમણે પૂજા અર્ચના અને રૂદ્રાભિષેક કર્યો હતો. પરંતુ જેવા જ તેઓ મંદિરની...
ઝારખંડમાં rahul gandhi સામે જય શ્રીરામ અને મોદી મોદીના નારા લાગ્યા

Rahul Gandhi: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ઝારખંડમાં પહોંચી છે. રાહુલ ગાંધી અત્યારે ઝારખંડના દેવધરમાં પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, ત્યાં જઈને તેમણે પૂજા અર્ચના અને રૂદ્રાભિષેક કર્યો હતો. પરંતુ જેવા જ તેઓ મંદિરની બહાર નીકળ્યા હતા ત્યારે બહાર ઊભેલા લોકોએ જયશ્રી રામ અને મોદી-મોદીના નારા લગાવ્યા હતા.

Advertisement

ભારત જોડો યાત્રા 21 દિવસ બાદ ઝારખંડ પહોંચી

ઉલ્લેખનીય છે કે, મણિપુરથી મુંબઈથી નીકળેલી યાત્રા આજે 21 દિવસ બાદ ઝારખંડ પહોંચી છે. પશ્ચિમ બંગાળથી ઝારખંડ પહોચી ભારત જોડો યાત્રાનું નવા મુખ્યમંત્રી ચંપઈ સોરેને સ્વાગત કર્યુ હતું. ઝારખંડમાં આ યાત્રા 8 દિવસમાં 13 જિલ્લામાંથી પસાર થવાની છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ દેવધરમાં બાબા બૈધનાથ ધામ મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ પોતાના એક્સ હેન્ડલ પર તસવીરો શેર કરતા લખ્યું હતું કે, ‘આજે રાહુલ ગાંધીજીએ ઝારખંડમાં વિશ્વ પ્રસિદ્ધ બાબા બૈધનાથ ધામમાં રૂદ્રાભિષેક કરીને દેશની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.’

જ્યશ્રી રામ અને મોદી મોદીના નારા લાગ્યા

મળતી વિગતો પ્રમાણે મંદિર પરિસરથી બહાર નીકળતી વખતે કેટલાક લોકોએ તેમની સામે જ્યશ્રી રામ અને મોદી મોદીના નારા લગાવ્યા હતા. પરંતુ રાહુલ ગાંધી પોતાની સુરક્ષા વચ્ચે હસીને નીકળી ગયા હતા. આ ઘટનાનો વીડિયો ભાજપના નેતાઓએ શેર કર્યો હતો. ભાજપા સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીજીની મુલાકાત સામેનો આ વિરોધ કોંગ્રેસની મુસ્લિમ તરફી નીતિઓ સામે છે. માનનીય વડાપ્રધાન વિકાસને સમર્થન આપે છે. ગોડ્ડા લોકસભાના વિકાસ માટે સંથાલપરગણાનો દરેક વ્યક્તિ મોદી છે.’

Advertisement

સાંસદે ફુલોના શણગારને લઈને પણ સવાલ કર્યો

રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન મંદિરને ફુલોના શણગારને લઈને પણ સવાલ કર્યા છે. તેમણે લખ્યું કે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે તો ઝારખંડ સરકારે મંદિરની સજાવટ નતી કરી. સાસંદે લખ્યું કે, ‘22 જાન્યુઆરી અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે આખા ભારતના મંદિરોને સજાવવામાં આવ્યા હતા પરંતુ ઝારખંડમાં બાબા બૈધનાથ મંદિરને સજાવામાં નહોતું આવ્યું. આજે મુસ્લિમ તુષ્ટિકરણના ધ્વજ વાહક સાંસદ રાહુલ ગાંધી માટે મંદિરને શણગારવામાં આવ્યું છે. આ કોંગ્રેસ અને ઝારખંડ સરકાર છે. માહિતી માટે, આ મંદિરના પદાધિકારી પ્રમુખ મુખ્યમંત્રી છે.’

Advertisement

આ પણ વાંચો: રામનો સૌથી મોટો ભક્ત, પીઠ પર દોરાવ્યું શ્રીરામ અને રામ મંદિરનું Tattoo

Tags :
Advertisement

.