Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND VS BAN : શું વરસાદમાં ધોવાશે INDIA નું સેમિફાઇનલમાં જવાનું સપનું?

INDIA VS BANGLADESH : T20 WORLCUP 2024 માં હાલ ભારતની ટીમ સારો દેખાવ કરી રહી છે. અફઘાનિસ્તાન સામે ભારતની ટીમે સુપર 8 ના પહેલા મુકાબલામાં વિજય મેળવ્યો હતો. આજે એન્ટિગુઆમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર 8 મેચ રમાશે. ભારતીય...
ind vs ban   શું વરસાદમાં ધોવાશે india નું સેમિફાઇનલમાં જવાનું સપનું

INDIA VS BANGLADESH : T20 WORLCUP 2024 માં હાલ ભારતની ટીમ સારો દેખાવ કરી રહી છે. અફઘાનિસ્તાન સામે ભારતની ટીમે સુપર 8 ના પહેલા મુકાબલામાં વિજય મેળવ્યો હતો. આજે એન્ટિગુઆમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર 8 મેચ રમાશે. ભારતીય ટીમ આ મેચ જીતીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જ્યારે બાંગ્લાદેશ સુપર 8ની રેસમાં રહેવા માંગે છે તો તેને આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. ચાલો જાણીએ કેવા રહેશે આજની મેચના હાલ

Advertisement

PITCH REPORT

IND VS BAN

IND VS BAN

Advertisement

Advertisement

આજની આ મેચ એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમની પીચ પર રમાવવાની છે. આ પિચની વાત કરવામાં આવે તો અહીંની પિચ ફાસ્ટ બોલરોને શરૂઆતમાં મદદ કરે છે. પરંતુ જેમ જેમ રમત આગળ વધે છે તેમ સ્પિનરોને પણ મદદ મળે છે. આ પિચ બોલર્સને ખૂબ જ મદદગાર સાબિત થવાની છે તે માટે બેટ્સમેનોએ અહીં સાવધાનીથી રમવું પડશે. આ મેદાન ઉપર અત્યાર સુધીમાં કુલ 35 T20 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ 16 મેચ જીતવામાં સફળ રહી છે, જ્યારે બાદમાં બેટિંગ કરનાર ટીમે 17 મેચ જીતી છે.

WEATHER REPORT

આ વિશ્વકપમાં અત્યાર સુધી ઘણી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. ત્યારે પ્રશ્ન થાય કે શું આ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નળશે કે નહીં. ભારતીય ચાહકો માટે રાહતની વાત છે કે બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન શનિવારે એન્ટીગુઆમાં વરસાદની શક્યતા ઓછી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચ દરમિયાન વરસાદની સંભાવના 23 ટકા છે અને દિવસભર વાતાવરણ ખુશનુમા રહેવાની આશા છે. માટે આ મેચમાં ભારત અને બાંગ્લાદેશને એકસમાન તક મળશે, મેચ રમીને પોતાનું સ્થાન સુપર 8 માં મજબૂત કરવાનો.

ભારત સંભવિત 11

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.

બાંગ્લાદેશ સંભવિત 11

તન્ઝીદ હસન તમીમ, નઝમુલ હુસૈન, લિટન કુમાર દાસ, શાકિબ અલ હસન, તૌહીદ હ્રિદોય, મહમુદુલ્લાહ, ઝખાર અલી, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન અને તન્ઝીમ શાકિબ

આ પણ વાંચો : T20 WORLD CUP 2024 : SOUTH AFRICA નું સ્થાન સેમીફાઇનલમાં હવે લગભગ નક્કી! ENGLAND શું કરી શકશે પલટવાર?

Tags :
Advertisement

.