Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Road Accident : લોકોનો જીવ બચાવતા અકસ્માતના નવા કાયદાનો વિરોધ કેટલો યોગ્ય?

Road Accident : સરકારે અકસ્માત(Accident) નો નવો કાયદો રજૂ કર્યો છે જેમાં હિટ એન્ડ રનના કેસમાં કડક સજાની જોગવાઇ કરી છે. અગાઉ IPC 104માં 2 વર્ષની કેદની જોગવાઈ હતી પણ નવા કાયદામાં સજા વધારીને 10 વર્ષની કરાઈ છે. સરકારના અકસ્માત...
road accident   લોકોનો જીવ બચાવતા અકસ્માતના નવા કાયદાનો વિરોધ કેટલો યોગ્ય
Advertisement

Road Accident : સરકારે અકસ્માત(Accident) નો નવો કાયદો રજૂ કર્યો છે જેમાં હિટ એન્ડ રનના કેસમાં કડક સજાની જોગવાઇ કરી છે. અગાઉ IPC 104માં 2 વર્ષની કેદની જોગવાઈ હતી પણ નવા કાયદામાં સજા વધારીને 10 વર્ષની કરાઈ છે. સરકારના અકસ્માત (Accident)ના નવા કાયદાનો ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે. જનહિતમાં રજૂ કરાયેલા અકસ્માત (Accident) કાયદાનો આટલો વિરોધ શા માટે થઇ રહ્યો છે તે સવાલ પ્રજાના મનમાં છે. ખરેખર તો ટ્રક ચાલકોએ અકસ્માત (Accident)ના કાયદાને આવકારીને તેનો અમલ કરવો જોઇએ અને તો જ બેફામપણે વાહન હંકારતા વાહન ચાલકો પર અંકુશ આવશે.

શું છે અકસ્માતનો નવો કાયદો?

Advertisement

અકસ્માત મુદ્દે કેન્દ્ર સરકારનો નવો કાયદો આવ્યો છે જેમાં અકસ્માતના દોષિત ને 10 વર્ષની સજા અને 7 લાખ દંડની જોગવાઈ છે. ખાસ કરીને અકસ્માત કરીને ભાગી જતાં હિટ એન્ડ રનના કેસમાં વાહન ચાલકોને કડક સજા થશે. અકસ્માત બાદ મદદ કરનારને સજામાં રાહત મળશે પણ જે ભાગી જશે તેના માટે કડક સજાની જોગવાઇ કરાઇ છે. ચાલક ઘાયલને હોસ્પિટલ પહોંચાડે તો સજામાં રાહત મળશે. અગાઉ IPC 104માં 2 વર્ષની કેદની જોગવાઈ હતી પણ હવે નવા કાયદામાં સજા વધારીને 10 વર્ષની કરાઈ છે.

Advertisement

GOOGLE IMAGE

માર્ગ અકસ્માત થવાના કારણો

માર્ગ અકસ્માતના મુખ્ય કારણો જોવા જઇએ તો રફ અને ઓવર સ્પિડિંગ અકસ્માતનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત કેટલાક સંજોગોમાં
વાહનોની અને માર્ગોની સ્થિતિ યોગ્ય ન હોય તો પણ અકસ્માત સર્જાઇ શકે છે. હેલ્મેટ પહેર્યા વિના ટુ વ્હીલર ચલાવવાના કારણે પણ વાહન ચાલક અકસ્માતનો ભોગ બને છે તથા તે જ પ્રમાણે સીટ બેલ્ટ લગાવ્યા વિના કાર ચલાવનારા વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બને છે. આ સાથે માર્ગો પર સુરક્ષા ચિહ્નોનો અભાવ પણ અકસ્માતનું કારણ બને છે. વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમની અવગણના તથા ડ્રાઈવિંગ વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો પણ ખતરનાક છે અને તે અકસ્માતને નોંતરે છે. નશામાં ડ્રાઈવિંગ કરવું તે અકસ્માતનું મુખ્ય કારણ છે.

વિરોધ ગેરવ્યાજબી

અકસ્માતના નવા કાયદાનો ટ્ક ચાલકો વિરોધ કરી રહ્યા છે પણ આ વિરોધ ગેરવ્યાજબી છે. અકસ્માત કર્યા બાદ ભાગી જતાં વાહન ચાલકો માટે આ કડક કાયદો બનાવાયો છે પણ એ પણ જોવાની જરુર છે કે અકસ્માત વખતે ઘાયલને મદદ કરનારા વાહન ચાલકને હળવી સજાની પણ જોગવાઇ છે. આ નવા કાયદાથી બેફામપણે વાહન ચલાવતા તથા નશો કરીને વાહન ચલાવતા વાહન ચાલકો પર અંકુશ મેળવી શકાશે.

જનહીતમાં કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયનો વિરોધ
લોકોનો જીવ બચાવતા નવા કાયદાનો વિરોધ કેટલો યોગ્ય?
કેન્દ્ર સરકારના નવા નિર્ણયોનો વારંવાર વિરોધ કેમ?
શું કોઇપણ નવા કાયદાનો વિરોધ કરવો ટેવ પડી ગઇ છે?
હિટ એન્ડ રન જેવા કેસમાં પણ વિરોધ કરવો શરમજનક બાબત!
જનતાના હિતમાં આવતા કાયદાનો વિરોધ શા માટે?
બેફામ રીતે ફરતા ડમ્પરો અને ટ્રક સામે લેવાયો છે યોગ્ય નિર્ણય
નવા કાયદામાં 10 વર્ષની સજા, 7 લાખ દંડની જોગવાઈ
આવા કાયદાથી કોઇનું રફેદફે થતું પરીવાર બચશે!
જનહીતના કાયદાનો અંદરખાને કોણ કરી રહ્યું છે વિરોધ?

આ પણ વાંચો--- indresh Kumar : મુસ્લમાનોને RSS ના નેતાની અપીલ, કહ્યું- પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કરો ‘રામ’ નામનો જાપ..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ.

Tags :
Advertisement

.

×