Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ 3 Reason ના લીધે સમગ્ર ભારતમાં અતિ ભારે વરસાદ....! વાંચો આ અહેવાલ

રાજધાની દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં શનિવારે ભારે વરસાદ (Heavy rain) થયો હતો. આજે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીર , ગુજરાતમાં...
આ 3 reason ના લીધે સમગ્ર ભારતમાં અતિ ભારે વરસાદ      વાંચો આ અહેવાલ
રાજધાની દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં શનિવારે ભારે વરસાદ (Heavy rain) થયો હતો. આજે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીર , ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ અને કાશ્મીરમાં આજે સતત ત્રીજા દિવસે મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેમાં કઠુઆ અને સાંબા જિલ્લાઓ તેમજ નીચાણવાળા વિસ્તારો માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારતમાં કેમ આ વખતે ભારે વરસાદ થઇ રહ્યો છે તેની પાછળ 3 કારણો છે...
આટલો બધો વરસાદ કેમ પડી રહ્યો છે ?
IMDએ કહ્યું કે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે હાલ ભારે વરસાદ ચાલુ છે. આ ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ, દિલ્હીમાં શનિવાર અને રવિવારે રેકોર્ડબ્રેક વરસાદ થયો હતો. આ સિઝનનો પ્રથમ ભારે વરસાદ છે. IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મજબૂત ચોમાસાના પવનોના મજબૂત પ્રભાવને કારણે, ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ થયો હતો અને દિલ્હીમાં સિઝનનો પ્રથમ 'અતિ ભારે વરસાદ' નોંધાયો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલમાં ગુજરાત-રાજસ્થાન નજીક પાકિસ્તાનમાં સક્રિય છે.
આઈએમડીના તાજેતરના અહેવાલ મુજબ, હાલમાં અજમેર, જેસલમેર, ગુના, સતના, ડાલ્ટનગંજ, જમશેદપુર અને દિઘા નજીક દરિયાઈ સપાટીથી દોઢ કિલોમીટરની ઉંચાઈ પર ચોમાસાનું ટ્રફ સક્રિય છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન પણ સક્રિય છે. IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલમાં ગુજરાત-રાજસ્થાન નજીક પાકિસ્તાનમાં સક્રિય છે.
દિલ્હીમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. રાજધાનીમાં રવિવારે સવારે 8.30 વાગ્યે પૂરા થતા 24 કલાકના સમયગાળામાં 153 મીમી વરસાદ નોંધાયો હતો, જે 1982 પછી જુલાઈમાં એક જ દિવસમાં સૌથી વધુ છે. આ 40 વર્ષનો રેકોર્ડ બ્રેક છે. IMD ઓફિસે કહ્યું છે કે ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. સફદરજંગ વેધશાળાએ રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 153 મીમી વરસાદ નોંધ્યો હતો, જે 25 જુલાઈ, 1982 પછીનો સૌથી વધુ વરસાદ હતો જ્યારે એક જ દિવસમાં 169.9 મીમી વરસાદ નોંધાયો હતો, એમ આઈએમડીના અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા અનુસાર, શહેરમાં 10 જુલાઈ, 2003ના રોજ 133.4 મીમી વરસાદ નોંધાયો હતો અને 21 જુલાઈ, 1958ના રોજ સૌથી વધુ 266.2 મીમી વરસાદ નોંધાયો હતો.
વરસાદના કારણે મોત
વરસાદને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. દિલ્હીમાં, એક 58 વર્ષીય મહિલાનું તેના ફ્લેટની છત ધરાશાયી થતાં મૃત્યુ થયું હતું, જ્યારે રાજસ્થાનમાં 24 કલાકના ગાળામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે વહેલી સવારે ભારે વરસાદને કારણે ઘરની છત તૂટી પડતાં એક મહિલા અને તેની છ વર્ષની પુત્રીનું મોત થયું હતું જ્યારે તેનો પતિ ઘાયલ થયો હતો.
આ સ્થળોએ ભારે વરસાદની આગાહી
જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના હિમાલયી વિસ્તારોમાં અવિરત વરસાદ અને ભૂસ્ખલનને જોતા અમરનાથ યાત્રા આજે સતત ત્રીજા દિવસે સ્થગિત કરવામાં આવી છે. શ્રીનગર-જમ્મુ હાઈવે પર લગભગ 3,000 વાહનો ફસાયેલા છે, જ્યાં ગઈકાલે રસ્તાનો એક ભાગ તૂટી પડ્યો હતો. IMDએ રાજસમંદ, જાલોર, પાલી, અજમેર, અલવર, બાંસવાડા, ભરતપુર, ભીલવાડા, બુંદી, ચિત્તોડગઢ, દૌસા, ધોલપુર, જયપુર અને કોટા સહિત રાજસ્થાનના નવથી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દિલ્હીમાં મધ્યમ વરસાદની આગાહી કરતા 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. ગુજરાતમાં પણ આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ભારતમાં પણ વરસાદ
દક્ષિણના રાજ્યો કેરળ અને કર્ણાટકના ઘણા વિસ્તારોમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે. IMD એ કેરળના ચાર જિલ્લા - કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડમાં "યલો" ચેતવણી જારી કરી છે. કેરળમાં એક અઠવાડિયાથી વધુ સમયથી વરસાદ પડી રહ્યો છે જેમાં 19 લોકોના મોત થયા છે અને 10,000 લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.