Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત અને દિલ્હી સહિત આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા

દિલ્હી-એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગની (Met Department) આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી NCRમાં તાપમાનની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન...
ગુજરાત અને દિલ્હી સહિત આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા

દિલ્હી-એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગની (Met Department) આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી NCRમાં તાપમાનની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ રહી શકે છે. આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ સિવાય સામાન્ય વરસાદ પડવાની પણ શક્યતા છે.

Advertisement

શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35.4 અને લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય દેશના ઘણા ભાગોમાં વરસાદી વાતાવરણ રહ્યુ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દેશના લગભગ 24 રાજ્યમાં હાલમાં ચોમાસાની પક્કડ છે. આમાંના કેટલાક રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

Advertisement

આ રાજ્યોમાં થશે ભારે વરસાદ
હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી, યુપી, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, મેઘાલય, મિઝોરમ, આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, મિઝોરમ, તમિલનાડુ અને તેલંગાણા સહિતના રાજ્યોમાં આગામી 24-48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.

તમને જણાવી દઈએ કે ભારે વરસાદને લઈને જૂનના છેલ્લા સપ્તાહમાં સમગ્ર ગુજરાતન ઘમરોળાયુ છે. સુરત, નવસારી, વલસાડ જેવા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર ડેમની જળસપાટી 120 મીટરને પાર પહોંચી છે. ત્યારે જુનાગઢમાં પણ ભારે વરસાદને પગલે 24 કલાકમાં 16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જામનગરમાં પણ ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આપણ  વાંચો -TEESTA SETALVAD ને ધરપકડમાંથી રાહત, SUPREME COURT એ GUJARAT HC ના નિર્ણય પર લગાવી રોક

Tags :
Advertisement

.