Hathras : SIT એ સરકારને 300 પાનાનો રિપોર્ટ સોંપ્યો, ભોલે બાબાનો કોઈ ઉલ્લેખ નહીં...
સાકાર વિશ્વ હરિના સત્સંગમાં 2 જુલાઈના રોજ ફાટી નીકળેલી નાસભાગની તપાસ કરનાર SIT એ તેનો 300 પાનાનો રિપોર્ટ સરકારને સુપરત કર્યો છે. આ અહેવાલમાં સત્સંગનું આયોજન કરતી સમિતિ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હાથરસ (Hathras) જિલ્લાના અધિકારીઓ સામે પણ સવાલો ઉભા થયા છે. સૂત્રોનું માનીએ તો આ રિપોર્ટમાં સૂરજપાલ ઉર્ફે સાકાર વિશ્વ હરિ ઉર્ફે ભોલે બાબાનો કોઈ ઉલ્લેખ નથી. SIT એ તેના 300 પાનાના રિપોર્ટમાં 119 લોકોના નિવેદન નોંધ્યા છે. જેમાં હાથરસ (Hathras)ના ડીએમ આશિષ કુમાર, એસપી નિપુન અગ્રવાલ, સત્સંગની પરવાનગી આપનાર એસડીએમ અને સીઓ સિકન્દ્રા રાવ અને 2 જુલાઈએ સત્સંગ ડ્યુટી પર તૈનાત પોલીસકર્મીઓના નિવેદનો સામેલ છે.
SIT submits report in Hathras stampede case | The report said that the committee organising the 'Satsang' was responsible for calling more people than the permitted number, not making adequate arrangements and not inspecting the spot. The report has been submitted to the…
— ANI (@ANI) July 9, 2024
મૃતકોના પરિજનો અને ઘાયલોના નિવેદન પણ નોંધવામાં આવ્યા...
આ ઉપરાંત સત્સંગમાં મૃતકોના સ્વજનો અને ઘાયલ ભક્તોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો રિપોર્ટમાં સત્સંગનું આયોજન કરતી સમિતિએ મંજૂરી કરતાં વધુ લોકોને બોલાવ્યા છે અને અપૂરતી વ્યવસ્થા ઉપરાંત અધિકારીઓ દ્વારા સ્થળનું નિરીક્ષણ ન કરવાને પણ ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. SIT માં એડીજી આગ્રા ઝોન અનુપમ કુલશ્રેષ્ઠ અને અલીગઢના કમિશનર ચૈત્રા વીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
દેવપ્રકાશ મધુકર મુખ્ય આયોજક હતા...
હાથરસ (Hathras) કાર્યક્રમના મુખ્ય આયોજક દેવપ્રકાશ મધુકર હતા. આ ઉપરાંત તે બાબાના ખાસ માણસ પણ છે. અકસ્માત બાદ બાબાએ તેની સાથે ફોન પર લાંબા સમય સુધી વાત કરી હતી. નાસભાગની ઘટના બાદ દેવપ્રકાશ મધુકર ઘરે પરત ફર્યા ન હતા. તેના પરિવારના સભ્યો પણ ગુમ થયા હતા. મધુકર વિશે એવું કહેવાય છે કે તે એક સમયે જુનિયર એન્જિનિયર હતો પરંતુ બાદમાં બાબા સૂરજપાલના પરમ ભક્ત બની ગયા. દેવપ્રકાશ મધુકરનું ઘર સિકંદરરાવ વિસ્તારમાં દામાદપુરાની નવી કોલોનીમાં છે.
આ પણ વાંચો : West Bengal : છોકરી ચીસો પાડતી રહી અને બે લોકો લાકડીઓથી મારતા રહ્યા, Video Viral
આ પણ વાંચો : Accident : પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત, બસમાં મુસાફરી કરી રહેલા 4 લોકોના મોત, 12 ઘાયલ
આ પણ વાંચો : Mumbai માં નવ કલાકમાં 101.8 mm વરસાદ, IMD એ રેડ એલર્ટ જાહેર કર્યું…