Patna: પટનામાં ભાજપના સાંસદ રામકૃપાલ યાદવ પર ફાયરિંગ, એક વ્યક્તિ ઘાયલ
Patna Firing Case: લોકસભાની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન પટનાની પાટલિપુત્ર લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પર ઉમલો થયાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમામે બીજેપીના ઉમેદવાર રામકૃપાલ યાદવ પર શનિવારે 1 જુને ફાયરિંગ થયું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમામે તેઓ મસૌધીથી પરત આવી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીબાર થયો હતો. જોકે, હુમલામાં રામકૃપાલ હુમલામાં બચી ગયા છે. જો કે, તેમના સમર્થકોને થોડી ઘણી ઇજાઓ થઈ હોવાની જાણકારી સામે આવી છે.
20 થી 25 લોકોએ તેમને ઘેરી લીધા અને હુમલો કર્યો
આ મામલે રામકૃપાલ યાદવે જણાવ્યું કે, એક મહિલા ધારાસભ્ય બૂથમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા હોવાની તેમને માહિતી મળી હતી. જેથી તેઓ તે બાબતે તપાસ કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ સમર્થકોને મળવા પિંજડી ગામે ગયા હતા. પીંજડી ગામની સીમમાં અચાનક 20 થી 25 લોકોએ તેને ઘેરી લીધો અને હુમલો કર્યો. નોંધનીય છે કે, તેમના પર ઈંટ-પથ્થરો ઉપરાંત ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. ગામના એક સમર્થકે મને બચાવવાનો પ્રયાસ કર્યો. તેને બંદૂકના બટથી માર મારવામાં આવ્યો હતો. હું હુમલાખોરોને ઓળખતો નથી. આજે અમારા બે કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો.
સાંસદ પોતાના કેટલાક સમર્થકો સાતે તનેરી ગામથી ગયા હતા
મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો મસૌઢી એમડીએમ અમિત કુમાર પટેલે જણાવ્યું કે, સાંસદ પોતાના કેટલાક સમર્થકો સાતે તનેરી ગામથી ગયા હતા. ચૂંટણી પૂર્ણ થયા બાદ કેટલાક લોકો તેમના પર હુમલો કરવા માટે આવી ચડ્યા હત, જેમાં રામકૃપાલનો આબાદ બચાવ થયો હતો. પરંતુ તેમની સાથે બે વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા હતા. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ઘસેડવામાં આવ્યા હતા.
પોલીસ આ કેસની તપાસ કરી રહી છેઃ ભરત સોની
ભરત સોનીએ કહ્યું કે, ‘પટના જહાનાબાદ રોડ પર તિનેરી ગામ પાસે રામકૃપાલ યાદવના કાફલા પર હુમલાની માહિતી મળી હતી. આ ઘટનામાં કામદારો ઘાયલ થયા છે. રામકૃપાલ યાદવ વતી અરજી આપવામાં આવી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે જે પણ તથ્યો પ્રકાશમાં આવશે, હું તે તમારી સાથે શેર કરીશ. આ કેસમાં આરોપી કોણ છે તેની ઓળખ કરવામાં આવી રહી છે. કડક કાર્યવાહી કરવામાં આવશે.’