Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી-NCR માં ભૂકંપનો ઝટકો અનુભવાયો, લોકો ઘરની બહાર નીકળ્યા

દિલ્હી-NCR માં આજે અચાનક ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા છે. મળતી માહિતી મુજબ દિલ્હી-NCR માં માત્ર 30 સેકન્ડમાં બે વખત ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. આ પહેલા 3 નવેમ્બરની...
દિલ્હી ncr માં ભૂકંપનો ઝટકો અનુભવાયો  લોકો ઘરની બહાર નીકળ્યા

દિલ્હી-NCR માં આજે અચાનક ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા છે. મળતી માહિતી મુજબ દિલ્હી-NCR માં માત્ર 30 સેકન્ડમાં બે વખત ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. આ પહેલા 3 નવેમ્બરની રાત્રે દિલ્હી-NCR તેમજ દેશના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Advertisement

ભૂકંપની તીવ્રતા કેટલી નોંધાઇ

દિલ્હીમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે બપોરે 4:16 વાગ્યે દિલ્હી-NCR, લખનૌના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકો ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યાઓ તરફ જતા જોવા મળ્યા હતા. દિલ્હીને અડીને આવેલા નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ અને ગાઝિયાબાદ સહિત યુપીના ઘણા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. આ પહેલા 3 નવેમ્બરે દિલ્હી-NCR સહિત દેશના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળમાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 હતી. દિલ્હી ઉપરાંત યુપી-બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Advertisement

ચાર દિવસમાં બીજી વખત આવ્યો ભૂકંપ

Advertisement

દિલ્હી-NCR ની બહુમાળી ઇમારતોમાં આંચકા વધુ અનુભવાયા હતા. આંચકો લાગતાની સાથે જ લોકો સીડીઓ નીચે દોડી આવ્યા હતા. બપોરનો સમય હોવાથી કામ કરતા લોકો તેમની ઓફિસમાં હતા. અનેક ઓફિસોની બહાર કર્મચારીઓની ભીડ જોવા મળી હતી. માત્ર ચાર દિવસમાં બે વખત ભૂકંપ આવતા લોકો ભયભીત છે. સોશિયલ મીડિયા પર લોકો ભૂકંપને લઈને પોતાના અનુભવો પણ શેર કરી રહ્યા છે. ઘણા લોકોએ ઘરમાં ફરતા પંખા અને ઝુમ્મરને કેમેરામાં કેદ કર્યા હતા.

આ પણ વાંચો - દુનિયાના પ્રદૂષિત ટોપ-10 શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતાનો સમાવેશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.