Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાલાસોર દુર્ઘટના પર પહેલીવાર આવ્યું રેલવેનું નિવેદન, જાણો શું કહ્યું...

ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે બોર્ડે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. રેલવે બોર્ડના સભ્ય જયા વર્માએ કહ્યું કે માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેનની ઝડપ લગભગ 128 કિલોમીટર પ્રતિ કલાક હતી....
બાલાસોર દુર્ઘટના પર પહેલીવાર આવ્યું રેલવેનું નિવેદન  જાણો શું કહ્યું
Advertisement

ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે બોર્ડે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. રેલવે બોર્ડના સભ્ય જયા વર્માએ કહ્યું કે માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેનની ઝડપ લગભગ 128 કિલોમીટર પ્રતિ કલાક હતી. તમે લોકો જોઈ રહ્યા છો કે રેલ્વે મંત્રી છેલ્લા 36 કલાકથી સ્થળ પર હાજર છે.

અકસ્માતનું કારણ શું?

Advertisement

રેલ્વે બોર્ડના અધિકારી જયા વર્મા સિન્હાએ જણાવ્યું કે, દુર્ઘટના બાદ રેલ્વેએ પહેલા રાહત અને બચાવ કાર્ય શરુ કર્યું હતું, ત્યાર બાદ સમારકામનું કામ કરવામાં આવી રહ્યું છે. બહાનાગા સ્ટેશન પર 4 લાઈનો છે. તેમાં 2 મુખ્ય લાઈનો છે. લૂપ લાઇન પર એક માલગાડી હતી. ડ્રાઇવરને સ્ટેશન પર ગ્રીન સિગ્નલ મળી ગયું હતું. બંને ટ્રેન પૂરપાટ ઝડપે દોડી રહી હતી. પ્રાથમિક તપાસમાં સિગ્નલમાં ગરબડ થઈ હોવાનું જણાય છે.

Advertisement

શા માટે આટલા બધા મૃત્યુ થયા ?

રેલવે બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે. માલગાડી પાટા પરથી ઉતરી નથી. કોરોમંડલ એક્સપ્રેસને સૌથી વધુ નુકસાન થયું હતું. કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરી ગયેલા કોચ ડાઉન લાઇન પર આવ્યા અને 126 કિમી પ્રતિ કલાકની ઝડપે ડાઉન લાઇન પરથી પસાર થતી યશવંતપુર એક્સપ્રેસના છેલ્લા બે કોચ સાથે અથડાઈ હતી.

જાણો રેલ્વે મંત્રીએ શું કહ્યું

ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું કે, 1,175 ઘાયલોમાંથી 793 ને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ આંકડો આગળ અપડેટ કરવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે પણ કહ્યું છે કે, અકસ્માતની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તપાસનો રિપોર્ટ ટૂંક સમયમાં સોંપવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જ તેના પર વિગતવાર માહિતી શેર કરી શકાશે.

આ પણ વાંચો : Odisha Train Accident : જાણો PM મોદીને કોને અને શા માટે કરવો પડ્યો ઘટના સ્થળેથી ફોન

Tags :
Advertisement

.

×