Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi Crime : 350 રૂપિયા માટે 16 વર્ષના કિશોરે છરી વડે 100 વખત કર્યા ઘા, CCTV ફૂટેજ જોતા જ પોલીસ પણ ચોંકી ઉઠી...

દિલ્હી પોલીસે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં લૂંટ દરમિયાન યુવકની હત્યા કરવા બદલ એક કિશોરની ધરપકડ કરી છે. વેલકમ વિસ્તારની જનતા મઝદૂર કોલોનીમાં મંગળવારે રાત્રે બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. યુવક પર એક-બે નહીં પરંતુ લગભગ 100 જેટલા હુમલાઓ...
delhi crime   350 રૂપિયા માટે 16 વર્ષના કિશોરે છરી વડે 100 વખત કર્યા ઘા  cctv ફૂટેજ જોતા જ પોલીસ પણ ચોંકી ઉઠી
Advertisement

દિલ્હી પોલીસે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં લૂંટ દરમિયાન યુવકની હત્યા કરવા બદલ એક કિશોરની ધરપકડ કરી છે. વેલકમ વિસ્તારની જનતા મઝદૂર કોલોનીમાં મંગળવારે રાત્રે બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. યુવક પર એક-બે નહીં પરંતુ લગભગ 100 જેટલા હુમલાઓ છરી વડે કરવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું. જયારે તેને ખાતરી થઇ કે યુવક જીવિત નથી, ત્યારે તેણે મૃતકના શરીર પર ડાન્સ પણ કર્યો.આ સનસનાટીભરી ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં બની હતી. આ ઘટના બાદ વિસ્તારના લોકો આઘાતમાં છે. હકીકતમાં, એક 16 વર્ષના છોકરાએ માત્ર 350 રૂપિયા માટે તેની જ ઉંમરના છોકરાની નિર્દયતાથી હત્યા કરી. આ હૃદયદ્રાવક ઘટના CCTVમાં પણ કેદ થઈ છે.

CCTV દ્વારા રહસ્યનો ખુલાસો થયો

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનાની માહિતી મંગળવારે સવારે 11.15 વાગ્યે મળી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીના નામ વિશે માહિતી આપી નથી કારણ કે તે સગીર છે. પોલીસનું કહેવું છે કે આરોપી સ્કૂલ ડ્રોપ આઉટ છે. તેણે હત્યા કરી ત્યારે તે દારૂના નશામાં હતો. આરોપી જાફરાબાદનો રહેવાસી છે. પોલીસનું કહેવું છે કે ધરપકડ બાદ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે તેનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ હતો કે કેમ તે શોધવાના પ્રયાસો ચાલુ છે.

Advertisement

લૂંટના પ્રયાસમાં હત્યા

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પહેલા પીડિતને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પીડિતે પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેણે મારપીટ કરીને તેનું ગળું દબાવ્યું અને તેના પર છરી વડે ઓછામાં ઓછા 100 વાર હુમલો કર્યો. સ્થાનિક લોકો પીડિત છોકરાને જીટીબી હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. CCTV ફૂટેજથી આરોપીની ધરપકડ કરવામાં મદદ મળી.નોર્થ ઈસ્ટ ડીસીપી જોય તિર્કીએ જણાવ્યું કે આરોપી અને પીડિતા બંને અગાઉ એકબીજાને ઓળખતા ન હતા. બંને જનતા મઝદૂર કોલોનીમાં રહેતા હતા અને એકબીજાને આ રીતે જોયા હતા. જ્યારે પીડિતે 350 રૂપિયા આપવાનો ઇનકાર કર્યો તો આરોપીએ તેની નિર્દયતાથી હત્યા કરી નાખી.

Advertisement

આ પણ વાંચો : Jammu : આતંકીઓની વધુ એક નાપાક હરકત, LoC નજીક ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા હથિયારો સુરક્ષા દળોએ જપ્ત કર્યા…

Tags :
Advertisement

Related News

featured-img
Top News

WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
રાષ્ટ્રીય

Amritsar temple blast કેસમાં 3 આરોપીઓની ધરપકડ, બિહારથી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા ત્રણેય

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

featured-img
રાષ્ટ્રીય

Karnataka માં મુસ્લિમ આરક્ષણ પર રવિશંકર પ્રસાદનું મોટું નિવેદન, કહ્યું- બદલાવ થઈ રહ્યો છે...

×

Live Tv

Trending News

.

×