Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસની ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ, રાહુલ ગાંધી કરશે રેલીનું સંબોધન

મધ્યપ્રદેશમાં ચૂંટણી અંગે ભાજપ કોંગ્રેસ સહિત અનેક પાર્ટીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંનેના દિગ્ગજો રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે.જે બાદ આગામી સપ્તાહમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસ વતી રાજ્યમાં અલગ-અલગ રેલીઓનું આયોજન કરવામાં આવશે. જે...
કોંગ્રેસની ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ  રાહુલ ગાંધી કરશે રેલીનું સંબોધન

મધ્યપ્રદેશમાં ચૂંટણી અંગે ભાજપ કોંગ્રેસ સહિત અનેક પાર્ટીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંનેના દિગ્ગજો રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે.જે બાદ આગામી સપ્તાહમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસ વતી રાજ્યમાં અલગ-અલગ રેલીઓનું આયોજન કરવામાં આવશે. જે અંગે પાર્ટીના એક નેતા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાહુલ ગાંધી 10 ઓક્ટોબરે અને પ્રિયંકા ગાંધી 12 ઓક્ટોબરે ચૂંટણી સભાઓ કરવા માટે MP આવી રહ્યા છે. આ વર્ષના અંતમાં એમપીમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ ગમે ત્યારે 230 સભ્યોની વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત કરી શકે છે. રાજ્યમાં હાલ ભાજપ સત્તા પર છે. કોંગ્રેસને આશા છે કે આ વખતે તે રાજ્યમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. 2018માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી બહુ ઓછા માર્જિનથી બહુમતી મેળવવામાં ચૂકી ગઈ હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ 114 બેઠકો જીતી હતી જ્યારે ભાજપને 109 બેઠકો મળી હતી. બાદમાં સિંધિયાના બળવાને કારણે કમલનાથ સરકાર પડી.

Advertisement

રાહુલ ચૂંટણી રેલીને સંબોધિત કરશે

એમપી કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ કેકે મિશ્રાના જણાવ્યા અનુસાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા શહડોલ જિલ્લાના બેઓહારીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે પ્રિયંકા ગાંધી દ્વારા 12 ઓક્ટોબરના રોજ મંડલામાં રેલી કરવામાં આવશે.વધુમાં તેમના જણાવ્યા અનુસાર આ બંને રેલીઓમાં એમપી કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ પાર્ટીના ટોચના નેતાઓ પણ સાથે જોડાશે.

Advertisement

અત્યાર સુધીમાં પ્રિયંકા ગાંધીએ 3 રેલીઓ કરી છે

પ્રિયંકા ગાંધી અત્યાર સુધીમાં એમપીમાં ત્રણ રેલીઓ કરી ચૂક્યા છે.જેથી આ તેમની ચોથી રેલી હશે. તેમણે 5 ઓક્ટોબરે ધાર જિલ્લાના મોહનખેડામાં રેલી યોજી હતી. આ પહેલા પણ પ્રિયંકા ગાંધીએ જબલપુર અને ગ્વાલિયરમાં જાહેર સભાઓમાં સંબોધન કર્યું હતું.

Advertisement

શાજાપુરમાં જનસભાને સંબોધી હતી

જો રાહુલ ગાંધીની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર પછી રાજ્યમાં યોજાનારી શહડોલ રેલી તેમનો બીજો કાર્યક્રમ હશે. 30 સપ્ટેમ્બરે તેમણે શાજાપુરમાં જનસભાને સંબોધી હતી. ગત વર્ષની શરૂઆતમાં તેમના દ્વારા કાઢવામાં આવેલી ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશમાંથી પસાર થઈ હતી.

પ્રિયંકાએ કોંગ્રેસની બાંહેધરી આપી

મોહનખેડા રેલી દરમિયાન પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસની ગેરંટીનો પુનરોચ્ચાર કર્યો અને જાતિ ગણતરીની હિમાયત કરી. તેમણે રાજ્યની શિવરાજ સરકાર પર ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો પણ આરોપ લગાવ્યો. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી જીતવા માટે MPના લોકોને ઘણા વચનો આપ્યા છે. આ વચનોમાં મફત અને સબસિડીવાળી વીજળી, જૂની પેન્શન યોજના, કૃષિ લોન માફી અને મહિલાઓને દર મહિને રૂ. 1,500નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો -  મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી, ઈન્ટરનેટ સેવાઓ 11 ઓક્ટોબર સુધી રહેશે બંધ

Tags :
Advertisement

.